Taarak Mehta: આ કેવા કપડા પહેરી લગ્નમાં પહોંચી 'તારક મહેતા'ની સોનુ, સૌની નજર માત્ર તેના પર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની એક્ટ્રસ રીટા રિપોર્ટરે બીજી વખત લગ્ન કર્યા છે. તેના આ લગ્નમાં શોના ઘણા સ્ટાર પહોંચ્યા અને સાથે જ જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી પહોંચી હતી. તેના હાલ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા.

જુની સોનુ પર સૌની નજર

1/5
image

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ એક્ટ્રેસ રીટા રિપોર્ટર એટલે પ્રિયા આહુજા (Priya Ahuja) એ 20 તારીખના પતિ સાથે બીજી વખત લગ્ન કર્યા છે. આ લગ્નમાં શોના ઘણા કેરેક્ટર્સ પહોંચ્યા, પરંતુ સૌ કોઈની નજર જુની સોનુ પર જ હતી.

ખુબ જ અલગ જોવા મળી સોનુ

2/5
image

ક્યારેક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં સોનુનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) નો રંગ રૂપ અલગ જ હતો. પરંતુ લગ્નમાં તે એકદમ અલગ જોવા મળી રહી છે.

દુનિયાની નથી પરવાહ

3/5
image

મહેંદીના ફોઝોટમાં પણ નિધિ (Nidhi Bhanushali) એ એવી સાડી પહેરી કે બસ. તેની તસવીરો જોઈ સ્પષ્ટ જાણી શકાય છે કે, તેને આ વાતથી કોઈ ફરક પડતો નથી કે તે કેવી દેખાઈ રહી છે. તેને બસ માત્ર તે ક્ષણ એન્જોય કરવી છે.

સાડીથી લઈને લહેંગામાં ગજબનો લૂક

4/5
image

નિધિ (Nidhi Bhanushali) એ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઇલ ખૂબ જ શાનદાર લાગી રહી છે. અભિનેત્રી તેની સાડીથી લઈને લહેંગા સુધી ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.

શોના કલાકારો સાથે છે ખાસ સંબંધ

5/5
image

તમને જણાવી દઈએ કે, નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) હજુ પણ શોની કાસ્ટ સાથે ખૂબ જ જોડાયેલ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ગોલી સાથેની તેની મિત્રતા ખૂબ જ મજબૂત છે અને તે પ્રિયા આહુજાને પોતાની બહેન માને છે.