Pics : ભાજપનો ચૂંટણી પ્રચારનો આ નુસ્ખો જબરદસ્ત કામ કરી ગયો, રાજકોટમાં થઈ ગઈ કમાલ

તાજેતરમાં જ રાજકોટમાં આયોજિત એક ભાજપા યુવા મોરચા સંમેલનમાં પીએમ મોદીનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું.

દિક્ષીત સોની/રાજકોટ :સેલ્ફીના દોરમાં જો તમે પીએમ મોદી સાથે સેલ્ફી લેવી હોય તો તમે શું કરશો. કોઈ પણ આ તક ગુમાવવા નહિ ઈચ્છે. પીએમ મોદીનો ક્રેઝ આજે પણ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. આવામાં ભાજપે પ્રચારની નવી રીત અપનાવી છે. તાજેતરમાં જ રાજકોટમાં આયોજિત એક ભાજપા યુવા મોરચા સંમેલનમાં પીએમ મોદીનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું.
 

भाजपा के युवा मोर्चा सम्मेलन में पीएम मोदी का स्टैच्यू रखा गया.

1/5
image

दीक्षित सोनी/राजकोट: सेल्फी के इस दौर में अगर आप को पीएम मोदी के साथ सेल्फी खींचने का मौका मिले तो आप क्या करेंगे? कोई भी यह मौका गवाना नहीं चाहेगा. पीएम मोदी का क्रेज आज भी देश और दुनिया में लोगो के सर चढ़कर बोल रहा है ऐसे में भाजपा ने प्रचार का का एक नया नुस्खा खोज निकला है. हाल ही में राजकोट में आयोजित एक भाजपा के युवा मोर्चा सम्मेलन में पीएम मोदी का स्टैच्यू रखा गया.

એક જ દિવસમાં 1500 લોકોએ સેલ્ફી લીધી

2/5
image

પીએમ મોદીના આ સ્ટેચ્યુને જોઈને લોકો એટલા ખુશ થી ગયા કે બધા કામ છોડીને સૌથી પહેલા સ્ટેચ્યુની સાથે સેલ્ફી લેવા દોડે છે. રાજકોટના સ્વામીનારાયણ મંદિરમાં આયોજિત આ યુવા સંમેલનમાં અંદાજે એક દિવસમાં જ 1500 લોકોએ સેલ્ફી લીધી હતી. મતદાતાઓના આ ઉત્સાહને જોઈને હવે ભાજપે આ સ્ટેચ્યુને રાજકોટના આત્મીય કોલેજમાં રાખવાનો નિર્ણય લીધો છે. જેથી યુવાઓ પણ મોદીના સ્ટેચ્યુ સાથે સેલ્ફી લઈ શકે. 

ગુજરાતમાં ત્રીજા ચરણમાં થશે મતદાન

3/5
image

ઉલ્લેખનીય છે કે, આ લોકસભા ઈલેક્શનમાં મોટી સંખ્યામાં યુવા મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. આવામાં ભાજપ આ તકને ગુમાવવા માંગતુ નથી. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ખુરશી પર બેસેલ આ સ્ટેચ્યુની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેની બાજુમાં લોકો બેસીને સેલ્ફી લઈ શકે છે, ફોટો પડાવી શકે છે. 

રાજકોટમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

4/5
image

પીએમ આ સ્ટેચ્યુએ રાજકોટના યુવાઓમાં ગજબનું આકર્ષણ પેદા કર્યું છે. અને હવે જ્યારે આ સ્ટેચ્યુને કોલેજના કેમ્પસમાં રાખેલી બેન્ચ પર મૂકવામા આવશે, તો તમે અંદાજ લગાવી શકો છો કે યુવાઓમાં કેવો માહોલ બની રહેશે. આવામાં ભાજપાની સેલ્ફી વિથ મોદીનો આઈડિયા કારગત સાબિત થશે.

જાણો કોણે બનાવ્યું છે આ સ્ટેચ્યુ

5/5
image

પીએમ મોદીના આ સ્ટેચ્યુની વિશેષતા એ છે કે, આ સ્ટેચ્યુને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સુંદરલાલ એટલે કે મયુર વાંકાણીએ બનાવ્યું છે. મયુર એક અભિનેતાની સાથે ઉમદા મૂર્તિકાર પણ છે. મયુરે આ સ્ટેચ્યુ માત્ર 12 દિવસોમાં જ બનાવ્યું છએ અને ફાયબર ગ્લાસમાંથી તેનુ નિર્માણ કર્યું છે.