સુશાંત કેસ: રિયા સાથે અડધો કલાક થઇ હતી સૈમુઅલ મિરાંડની વાત, જુઓ કોલ ડિટેલ

સૈમુઅલ મિરાંડ (Samuel Miranda) સાથે 14 જુલાઇ એટલે કે સુશાંત સિંહ રાજપૂતના એક મહિના બાદ, રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સાથે અડધો કલાક વાત કરી હતી. 

મુંબઇ: સીબીઆઇ (CBI) દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં સતત પૂછપરછ કરતી જોવા મળી રહી છે. આજે (મંગળવારે) સીબીઆઇની ટીમ સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને સૈમુઅલ મિરાંડ, કુક નીરજ અને કેશવ, એકાઉન્ટ રજત મેવાણી અને સુશાંત-રિયા ચક્રવર્તીની કંપની વિવિડ્રેઝ રિહાલિટી કંપનીના ઓડિટર સીએ સંદીપ શ્રીધર સાથે પૂછપરછ કરવાની છે. તેના માટે તમામા ડીઆરડીઓ (DRDO) ગેસ્ટ હાઉસ પહોંચી ચૂક્યા છે. હવે થોડીવારમાં તેની પૂછપરછ શરૂ થશે. તો બીજી તરફ ડીસીપી (DCP) અભિષેક ત્રિમુખેને CBI એ તપાસ માટે બોલાવ્યા છે, પરંતુ અભિષેક ત્રિમુખે હજુ સુધી CBI ની તપાસમાં આવ્યા નથી. હવે CBI એક નોટીસ પણ મોકલી છે. આ સાથે જ CBI તે તમામ પોલીસવાળૅઅને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા છે, જે 14 જૂનના રોજ ક્રાઇમ સીન પર હાજર હતા. મુંબઇ પોલીસે જવાબ આપ્યો છે કે તે તમામ પોલીસકર્મી રજા પર ઉતરી ગયા છે. 

તો બીજી તર સૈમુએલ મિરાંડ કોલ ડિટેલ સામે આવી છે. તેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે 14 જૂન બાદની છે. 14 જૂનના રોજ સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી, ત્યારબાદથી જ સૈમુઅલ મિરાંડ મીડિયાથી છુપાતો ફરે છે. પરંતુ આ સૈમુઅલ મિરાંડ સાથે 14 જુલાઇ એટલે સુશાંત સિંહના મોતના એક મહિના બાદ રિયા ચક્રવર્તીએ લગભગ અડધો કલાક વાત કરી હતી, જ્યારે આ પહેલાં તેમની વાત 6 જૂન બાદ થઇ નથી. તમને જણાવી દઇએ કે સૈમુઅલ મિરાંડને આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નો ખૂબ નજીકનો ગણવામાં આવે છે. તો આવો હવે તમને બતાવીએ સૈમુઅલ મિરાંડની કોલ ડિટેલ્સ...

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image