2025માં આ 5 રાશિવાળા ખુબ સંભાળજો, સૂર્ય-શનિ ભેગા થઈને મચાવશે ધમાલ, ભારે ધનહાનિના પ્રબળ યોગ
નવું વર્ષ 2025 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025માં અનેક પ્રમુખ ગ્રહો ગોચર કરશે. આ ગોચરનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર કઈને કઈ જોવા મળી શકે છે. આ સિવાય વર્ષ 2025ની શરૂઆતમાં બે મોટા ગ્રહો સૂર્ય અને શનિની યુતિ પણ જોવા મળશે. સૂર્ય અને શનિની યુતિ કુંભ રાશિમાં થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, ઉર્જા, પિતા અને માન સન્માનનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે શનિદેવ કર્મ અને ન્યાયના દેવતા ગણાય છે.
ધાર્મિક કથાઓ મુજબ પિતા પુત્ર હોવા છતાં પણ આ બંને ગ્રહો વચ્ચે શત્રુતાનો ભાવ હોવાનું મનાય છે. આથી આ યુતિની અસર રાશિઓ પર પડતી હોય છે. આવામાં વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય શનિની યુતિથી કેટલાક રાશિવાળાને નુકસાન થઈ શકે છે. આ દરમિયાન કેટલીક રાશિઓએ સંભાળીને રહેવાની જરૂર છે. જાણો તે રાશિઓ વિશે...
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે સૂર્ય અને શનિની યુતિ મિક્સ પરિણામ લઈને આવશે. આ દરમિયાન મિથુન રાશિના જાતકોએ સહકર્મીઓથી સતર્ક રહેવું જોઈએ. કાર્યસ્થળ પર કોઈ તમારો ફાયદો ઉઠાવીને પોતાને સારા દેખાડવાની કોશિશ કરી શકે છે. ઘરમાં પણ વિવાદ થઈ શકે છે. આથી ગુસ્સા પર કાબૂ રાખો. વાદ વિવાદથી દૂર રહો. લવ લાઈફમાં થોડી પરેશાની આવી શકે છે. લેવડદેવડમાં સાવધાની વર્તો. ધન હાનિના સંકેત છે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા જાતકોએ પણ આ યુતિથી સાવધાન રહેવાની જરૂર છે. આ દરમિયાન તમારે સ્વાસ્થ્ય સાચવવું જોઈએ. બિનજરૂરી ગુસ્સો અને તણાવથી બચો. કોઈ પણ વિવાદથી દૂર રહો નહીં તો મુશ્કેલીઓ વધશે. બિઝનેસમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન મન પરેશાન રહી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. વાતચીતમાં સંતુલન જાળવી રાખો. કાર્યક્ષેત્રે પરિવર્તન થઈ શકે છે. મુશ્કેલીઓ આવી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિવાળાની લવ લાઈફ અને પરિણીત જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. જો કોઈ સમસ્યા હોય તો તેને વાતચીતથી ઉકેલવાની કોશિશ કરો. આ રાશિના જાતકોના મનમાં ઉતાર ચડાવ રહેશે. વેપારમાં પડકારો આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન પરેશાન કરી શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી અને પિતાના સ્વાસ્થ્ય પર સંકટ આવી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળાએ પોતાના અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સંબંધોમાં મતભેદ થઈ શકે છે. વેપારમાં મોટો નિર્ણય લેતા બચો નહીં તો નુકસાન થઈ શકે છે. શાંત અને સમજદારીવાળું વલણ અપનાવો. આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસમાં કમી જોવા મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન તણાવ, આર્થિક મુશ્કેલીઓ અને કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી બચો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા બરાબર વિચારી લો. ધનનું સંકટ ઊભું થઈ શકે છે. કાર્યસ્થળ પર સાવધાન રહો. કોઈના પર આંખો બંધ કરીને ભરોસો ન કરો. વાદ વિવાદથી દૂર રહો.
Disclaimer:
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos