Chandra Grahan: ધૂળેટીના દિવસે જ ચંદ્રગ્રહણ, રાહુ-સૂર્ય બનાવશે અશુભ યોગ, આ રાશિવાળા સાવધાન! ધનહાનિ થશે

 કેટલીક રાશિઓ માટે આ સમયગાળો નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો કોણે સાચવીને રહેવું પડશે. 

1/5
image

Chandra Grahan 2024 Rashifal: આ વર્ષે હોળી 24 માર્ચે આવે છે અને ધૂળેટી 25મી માર્ચે. 25મી માર્ચે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. આ પહેલા કેટલાક મહત્વપૂર્ણ ગોચર પણ થઈ રહ્યા છે. આ  તમામની અસર 12 રાશિઓ પર પડશે. કેટલીક રાશિઓ માટે આ સમયગાળો નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો કોણે સાચવીને રહેવું પડશે. 

મહત્વના ગોચર

2/5
image

25મી માર્ચના ધૂળેટીના એક અઠવાડિયા પહેલા 18 માર્ચના રોજ શનિ ગ્રહનો ઉદય થશે. શનિનો ઉદય રાશિઓ પર મહત્વની અસર કરશે. આ ઉપરાંત માર્ચમાં હોળી  પહેલા સૂર્ય પણ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલેથી જ પાપી ગ્રહ રાહુ છે. સૂર્ય ગોચરથી મીન રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ બનશે. રાહુનું સૂર્ય કે ચંદ્રમા સાથે હોવું એ ગ્રહણ યોગ બનાવે છે. જેને જ્યોતિષમાં અશુભ માનવામાં આવ્યું છે. મીન રાશિમાં સૂર્ય  રાહુ મળીને ગ્રહણ યોગ બનાવશે. તેની પણ રાશિઓ પર મહત્વની અસર જોવા મળશે. 

ચંદ્રગ્રહણનો સમય

3/5
image

25મી માર્ચે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવાનું છે તથા તે સમયે મીન રાશિમાં ગ્રહણ યોગ પણ બનશે જેના લીધે કેટલાક લોકો માટે આ સમય અશુભ  રહી શકે છે. ચંદ્રગ્રહણ ધૂળેટીના દિવસે 25 માર્ચે 10.24 વાગ્યાથી બપોરે 3.01 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં પરંતુ આમ છતાં તેની અસર લોકો પર થઈ શકે છે. 

આ રાશિવાળા સાચવીને રહે

4/5
image

હોળીના અવસરે ગ્રહો-નક્ષત્રોની આ સ્થિતિ કુંભ રાશિના જાતકો માટે મુશ્કેલી વધારી શકે છે. આ લોકોએ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નોકરી ધંધામાં સમસ્યા આવી શકે છે. ધનની આવક પર નકારાત્મક અસર પડી શકે છે. ધનહાનિ થઈ શકે છે. ખર્ચા વધેલા રહેશે. બનતા કામ અટકી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી. 

5/5
image