વર્ષો બાદ સૂર્ય અને ક્રુર ગ્રહ સાથે મળી બનાવશે ગ્રહણ યોગ, આ રાશિવાળાને અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે

 જ્યોતિષાચાર્યોનું માનવું છે કે સૂર્ય તથા કેતુનો ગ્રહણ યોગ 18 વર્ષ બાદ બની રહ્યો છે. સૂર્ય કેતુની યુતિ કેટલાક રાશિવાળાના જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે. 

1/7
image

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને કેતુની યુતિ શુભ માનવામાં આવતી નથી. સૂર્યનો ગ્રહણ યોગ દેશ દુનિયા સાથે તમામ 12 રાશિઓ પર પ્રભાવ છોડે છે. હાલ સૂર્ય કર્ક રાશિમાં છે. 16 ઓગસ્ટ 2024ના રોજ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં ગોચર કરશે. સૂર્યના સિંહ રાશિમાં જવાથી શુક્ર, બુધ અને સૂર્ય એક સાથે ઘણા યોગ બનાવશે. ત્યારબાદ સૂર્ય 16 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં ક્રુર ગ્રહ કેતુ પણ છે. જેનાથી કન્યા રાશિમાં કેતુ અને સૂર્યની યુતિ  બનશે. સપ્ટેમ્બરમાં કેતુ સાથે સૂર્યનો ગ્રહણ યોગ બનશે. જ્યોતિષાચાર્યોનું માનવું છે કે સૂર્ય તથા કેતુનો ગ્રહણ યોગ 18 વર્ષ બાદ બની રહ્યો છે. સૂર્ય કેતુની યુતિ કેટલાક રાશિવાળાના જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે. 

મેષ રાશિ

2/7
image

સૂર્ય કેતુના પ્રભાવથી મેષ રાશિવાળાને આકરી મહેનતનું ફળ મળશે. કરિયરમાં પ્રગતિ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા સીનિયર્સનો સહયોગ અને પ્રશંસા મળશે. વેપારીઓને નફો થશે. રોજગારની શોધ કરતા જાતકોને સારા સમાચાર મળી શકે છે. 

વૃષભ રાશિ

3/7
image

વૃષભ રાશિવાળાની આવકમાં વધારો થઈ શકે છે. કાર્યોમાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ મેળવવાની તૈયારી કરતા લોકો માટે શુભ સમય રહેશે. નોકરીની શોધ કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. સામાજિક માન પ્રતિષ્ઠા વધશે. 

સિંહ રાશિ

4/7
image

સિંહ રાશિવાળા માટે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ સારા દિવસ લાવશે. અપ્રત્યાશિત ધનલાભ થઈ શકે છે. નોકરીયાતોને પદોન્નતિ સાથે આવકમાં વધારો  થઈ શકે છે. વેપારીઓને નફો થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. 

વૃશ્ચિક રાશિ

5/7
image

સૂર્ય કેતુનો ગ્રહણ યોગ વૃશ્ચિક રાશિવાળા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમે કોઈ સુખદ સમાચારની આશા કરી શકો છો. કોઈ સપના પૂરા કરી શકો છો. ભાઈ બહેનનો સહયોગ મળશે. રોકાણનું સારું રિટર્ન મળી શકે છે. 

મકર રાશિ

6/7
image

મકર રાશિવાળાને સૂર્ય કેતુ ગ્રહણ યોગ સારું ફળ આપશે. આ સમયગાળામાં તમે પરિવાર સાથે મુસાફરી કરી શકો છો. પ્રોફેશનલ લાઈફમાં સારું કામ કરશો. આર્થિક રીતે સ્થિતિ સારી થશે. ભાગ્યના જોરે કઈક સારું કામ થઈ શકે છે. 

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.