સૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશે
સૂર્ય બુધ યુતિ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. જે તમામ રાશિઓ પર અસર પાડે છે. આ યુતિ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એક જ રાશિ કે નક્ષત્રમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર હોય છે. 19 ઓગસ્ટ 2024થી બની રહેલા આ ખાસ યોગની અસર 3 રાશિના જાતકો પર વધુ થવાની પ્રબળ શક્યતા છે.
વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને બુધ એક બીજાના પરમ મિત્રો છે. સૂર્ય તમામ ગ્રહોના રાજા છે જ્યારે બુધ ગ્રહોના રાજકુમાર છે. આ બંનેની યુતિ, યોગ અને સંયોગ હંમેશા શુભ હોય છે. બુધ જ્યાં બુદ્ધિ, વિવેક, તર્ક ચતુરાઈ, વાણી, વેપાર, હાસ્ય, મનોરંજન, પ્રેમ વગેરેનો કારક ગ્રહ છે ત્યાં સૂર્ય આત્મા, મનોબળ, પિતા, નેતૃત્વ, સરકાર, સ્વાસ્થ્ય, સોના વગેરેના સ્વામી ગ્રહ છે. 19 ઓગસ્ટના રોજ સૂર્ય અને બુધ એક જ રાશિમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર સ્થિત થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની આ અવસ્થાને ગ્રહોની યુતિ દ્રષ્ટિ કહેવામાં આવે છે. જેમાં બંને ગ્રહ સમાન રીતે ફળ આપવામાં સક્ષમ હોય છે. આમ તો તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેના જાતકો પર તેની ખુબ જ સકારાત્મક અસર જોવા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો આ દરમિયાન ખાસ લાભ મેળવશે. તમારા તમામ કામ સફળતાપૂર્વક પૂરા થશે. પ્રાઈવેટ જોબ કરનારાઓને નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. વેપાર સંલગ્ન ગતિવિધિઓમાં તેજી આવશે. લાભના યોગ બની રહ્યા છે. તમારા સમાજ સેવા કાર્યોથી તમને સામાજિક પ્રતિષ્ઠા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસ અને જ્ઞાન મેળવવા માટે સારો રહેશે. તેમને પરીક્ષાઓમાં સફળતા અને કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. કોટુંબિક સંબંધો અને પ્રમ સંબંધ મજબૂત થશે.
સિંહ રાશિ
તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. સામાજિક કાર્યોમાં આગ પડતો ભાગ લેશો. લોકો તમારી પ્રશંસા કરશે. કારોબારી સંબંધોમાં મજબૂતી આવશે. પ્રેમ સંબંધ પણ મજબૂત થશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓ માટે આ સમય આર્થિક લાભનો બની શકે છે. કારોબારમાં લાભ થવાથી તણાવ ઓછો થશે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. વિદ્યાર્થી જાતકો માટે આ સમય મુસાફરી અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સારો રહેશે. સ્વાસ્થ્ય સારું રહેવાથી મન પ્રસન્ન થશે.
કન્યા રાશિ
વેપારમાં આર્થિક મજબૂતી આવશે. એકથી વધુ સ્ત્રોતોથી ફાયદો થવાના યોગ છે. ધન લાભ અને સંપત્તિમાં વધારો થઈ શકે છે. સામાજિક જીવન સક્રિયતા વધશે. તમે નવા લોકોને મળશો. તમે તમારા યોગ્ય પ્રયત્નોથી લક્ષ્યને મેળવવામાં સફળ રહેશો. નોકરીયાતોને વિદેશ મુસાફરી કરવાની તક મળી શકે છે. આ સમય સમાજસેવક તરીકે કામ કરવા માટે સારી છે. સમાજમાં માન સન્માન વધશે. ઓફિસમાં સાથી કર્મચારીઓ અને સીનિયરો વચ્ચે પ્રતિષ્ઠા વધશે. મેરિડ લોકો માટે આ એક સારો સમય સિદ્ધ થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos