સુરતના રસ્તાઓ પર આ પીળી કારની પાછળ દોડે છે લોકો, સૌ તેના દિવાના બન્યા
Innovation Surat News ચેતન પટેલ/સુરત : અત્યાર સુધી તમે રોડ ઉપર લાખો અને કરોડો રૂપિયાની કાર દોડતી જોઈ હશે. પરંતુ સુરતના એક યુવાને પોતાની આંગળી મહેનતે એક એવી કાર બનાવી છે કે જેને જોઈને રસ્તા પર જતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. જી હા, આ કારનું નામ છે બનાના કાર. રસ્તા પર જ્યારે આ કાર દોડી રહી હતી ત્યારે લોકોની સાથે ટ્રાફિક પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી આકાર સુરતના એક એન્જિનિયરીગના વિદ્યાર્થીએ બનાવી છે. જે હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે.
સુરતના બીટેકના છાત્ર શિવમ મૌર્યએ એક એવી બનાના કાર બનાવી છે કે જે આજ દિન સુધી ક્યારે પણ ગુજરાતના લોકોએ જોઈ નથી. આ બનાના કારને જોઈ સુરત પોલીસના જવાનો પણ આચાર્યમાં મુકાઈ ગયા હતા તેઓ પણ આ બનાના કારણે વારંવાર સ્પર્શ કરીને જોઈ રહ્યા હતા કે આ તો કેવી કાર છે અને કઈ રીતે ચાલે છે? બનાના શેપની આ કાર હાલ સુરતના રોડ પર જોઈ લોકો પોતાના કેમેરામાં તેને કેદ કરવા માંગે છે.
એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલા આ બનાના કારની ખાસિયત પણ તેની ડિઝાઇનની જેમ અનોખી છે. આ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિકથી ચાલે છે. આ બનાના કારની અંદર 60 વૉટની બેટરી અંદર મૂકી છે જે સિંગલ ચાર્જ પર 100નો રેન્જ કિલોમીટર આપે છે. એટલું જ નહીં આની સ્પીડ 45 km પ્રતિ કલાક છે. જે રીતે સામાન્ય તરીકે ડીસી મોટર ચલાવવામાં આવે છે. આ જ રીતે આ બનાના કારણે રોડ પર ચલાવી શકાય છે. બેટરી પણ લીધેમેન બેટરીયુઝ કરવામાં આવી છે. જે વજનમાં હલકી હોય છે અને તેની રેન્જ પણ સારી હોય છે.
એટલું જ નહીં આ કાર માઉન્ટેન અને બીચ પણ ચાલી શકે. શિવમનો આ પ્રથમ પ્રોજેક્ટ નથી. અગાઉ પણ અનેક એવા પ્રોજેક્ટ બનાવ્યા છે જે લોકો માટે ઉપયોગી બની રહે. હાલમાં જ શિવમ એક બીચ પર ગયો હતો. જોકે બીચ પર અનેક કાર હોય છે ચલાવવા માટે. ત્યારે તેને વિચાર આવ્યો કે એક બનાના કાર પણ બનાવવી જોઈએ. જે ફન પર્પસ એરિયામાં લોકોને મનોરંજન પૂરું પાડે.
આમ તો અનેક સામાન્ય રીતે કાર લોકોએ જોયા હશે પરંતુ રોડ પર ક્યારેય બનાના કાર તેઓએ જોયા ન હશે. આ જોવામાં બનાના શેપમાં છે. શિવમે આ કોન્સેપ્ટ લઈને તેની ઉપર કામ કરવાની શરૂઆત કરી હતી. આશરે એક થી દોઢ મહિનામાં કારનો બનાના શેપ આપવામાં લાગ્યો અને આ ડિઝાઇન ફાઇનલ થયા બાદ બનાના કારને રોડ પર ટેસ્ટ કરવામાં આવી હતી.આ કારને જોઈ લોકોનો ખૂબ જ સારો રિએક્શન તેમનર રોડ ઉપર જોવા મળ્યો. શિવમ જે પણ વ્હીકલ બનાવે છે તેની ડિઝાઇન પોતે તૈયાર કરે છે.
આ કાર માઉન્ટેન ઉપર ચલાવવી હોય, ફ્લોર પર ચલાવવી હોય અથવા તો બીચ પર ચલાવું હોય તો તેના અનુસંધાને ડિઝાઇન તૈયાર થાય છે. શિવમે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારે બનાના વહીકલ છે એ અમે નોર્મલ બીચ અને રોડ પર ચાલી શકે આ ડિઝાઇનમાં તૈયાર કર્યું છે.
રોડ પર ચલાવવા માટે અત્યારે નોર્મલ ટાયર્સ યુઝ કરવામાં આવ્યું છે. જો આ કાર બીજ પર ચલાવું હશે તો થોડુંક ફેરફાર કરવું પડશે અને તેને બીચ તેમજ માઉન્ટેન પર ચલાવી શકીએ. આ કારમાં અમે કોઈ પેટ્રોલ એન્જિન વાપર્યું નથી અથવા તો કોઈ ડીઝલ એન્જીન પણ વાપરવામાં આવ્યું નથી. આ ઈલેક્ટ્રીક વાહન છે જે પર્યાવરણ માટે હાનિકારક નથી એટલું જ નહીં આ કાર આવાજ પણ થતું નથી
Trending Photos