ઈલેક્ટ્રીક ગાડીઓને પણ ટક્કર મારે તેવી છે સુરતના યુવકે બનાવેલી દેશી કાર્ટ, PHOTOs

Innovation : હાલ ઈલેક્ટ્રિક વાહનોનો જમાનો છે. પેટ્રોલ-ડીઝલના વાહનો પ્રદૂષણ પેદા કરે છે. આવામાં હવે ઈલેક્ટ્રીક વાહનો જ એક સોલ્યુશન છે. ત્યારે સુરતમાં એક ઈલેક્ટ્રીક એન્જિનિયરે એવી કાર્ટ બનાવી છે, સિનીયર સિટીઝનના કામમાં આવે. 
 

1/5
image

મૂળ યુપીના રહેવાસી 22 વર્ષીય સંગમ મિશ્રા બી.ટેક કરે છે. આ યુવકને એવો આઈડિયા આવ્યો કે કોઈ સપનામાં પણ વિચારી ન શકે. પરંતુ તેના આઈડિયાથી અનેક સિનીયર સિટીઝન્સની તકલીફો દૂર થશે.   

2/5
image

સંગમ મિશ્રાએ એક અનોખી શોપિંગ કાર્ટ બનાવી છે. જેને વૃદ્ધો સહેલાઈથી ઓપરેટ કરી શકે છે. આ કાર્ટને સિનિયર સિટીઝન જાતે જ ઓપરેટ કરી શકે છે. જે વૃદ્ધોને પગની તકલીફ છે, તેઓ ચાલી શક્તા નથી, પરંતુ તેઓને ઘરની બહાર જવુ છે અથવા શોપિંગ કરવા જવુ છે તે આ શોપિંગ કાર્ટ બેસ્ટ ઓપ્શન બની રહેશે. 

3/5
image

વૃદ્ધોની પગની તકલીફ જોઈને સંગમ મિશ્રાને આ પ્રકારની કાર્ટ બનાવવાનો આઈડિયા આવ્યો. આ સંપૂર્ણ રીતે બેટરી ઓપરેટેડ કાર્ટ છે અને ઈલેક્ટ્રીસીટીથી ચાલે છે. આ કાર્ટ 200 કિલોગ્રામ લોડ હેન્ડલ કરી શકે છે. આ કાર્ટને ગમે ત્યાં સહેલાઈથી લઈ જઈ શકાય છે. 

4/5
image

5/5
image