તિરંગાના રંગે રંગાયું સુરત, ડિઝાઈનરવેરના એક્ઝિબિશનમાં ઝળકી દેશભક્તિની ઝાંખી

ચેતન પટેલ/સુરત: શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓએ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની નિમિત્તે ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા તિરંગા સ્ટાઇલમાં વિવિધ કપડાંની અનોખી ડિઝાઇન કરવામાં આવી છે. આ તમામ તિરંગા સ્ટાઇલમાં બનાવેલ વસ્ત્રોને ખૂબ જ આકર્ષક રીતે કોલેજમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. 

1/6
image

26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ વિશેષ કપડાંઓ તૈયાર કરવામાં આવ્યા છે. 

2/6
image

પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે વિદ્યાર્થીનીઓએ પોતાની કળા આકર્ષક વસ્ત્રો બનાવીને બતાવી છે. વિદ્યાર્થીનીઓએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાની સ્ટાઇલમાં અવનવા આકારમાં વસ્ત્રો બનાવી દેશભક્તિ અદા કરી છે. વિદ્યાર્થીનીઓ દ્વારા ૩૦થી વધુ ડિઝાઇનમાં આ પ્રકારે વસ્ત્રો બનાવવામાં આવ્યા છે. આ તમામ વસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. 

3/6
image

સુરતની ફેશન ડિઝાઇનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં જુદા જુદા પ્રકારે વસ્તુઓ બનાવવાની આગવી કળા હોય છે અને તે જ પ્રકારે તેમને શીખવવામાં આવે છે. ત્યારે આઈ ઇન્સ્ટિટયૂટની વિદ્યાર્થીનીઓએ આ તમામ વસ્ત્રોમાં પણ પોતાની આગવી કળા રજૂ કરી હતી. 30થી વધુ બનાવેલ જુદી જુદી સ્ટાઇલના આ વસ્ત્રો માત્ર કાપડમાંથી જ બનાવવામાં આવ્યા નથી. 

4/6
image

પરંતુ તેમાં જુદા જુદા પ્રકારની સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જેટલા પણ વસ્ત્રો દેખાય છે, તે કાપડ ઉપરાંત કાગળ, ફેબ્રિક્સ, પેપર કપ જેવી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરી તિરંગા સ્ટાઇલમાં વસ્ત્રો બનાવ્યા હતા. આ પ્રકારના વસ્ત્રો બનાવવા માટે વિદ્યાર્થીનીઓ છેલ્લા ચારથી પાંચ દિવસથી મહેનત કરી રહ્યા હતી.

5/6
image

ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીનીઓએ પ્રજાસત્તાક પર્વને દેશભક્તિમાં માહોલ બની રહે તે પ્રકારે વસ્તુઓની ડિઝાઇન કરી છે. તમામ વસ્ત્રો તિરંગા સ્વરૂપમાં બનાવીને તેને પ્રદર્શનમાં રાખવામાં આવતા ઇન્સ્ટિટયૂટનું માહોલ દેશભક્તિમય બની ગયો છે. 

6/6
image