મોડેલ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા કરી હતી આત્મહત્યા, એ છેલ્લો ફોન કોનો હતો?

surat model news : સુરતની મોડેલ તાન્યાના આપઘાતનું ઘુંટાઈ રહ્યું છે રહસ્ય..કોઈ સજ્જડ પુરાવા ન હોવાનું પોલીસ કરી રહી છે વાત...તાન્યાના બેંક ખાતાઓની પણ કરાશે તપાસ...

1/7
image

સુરતની મોડેલ તાન્યા સિંગ આપઘાત મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આખરે તેણે કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સામે આવ્યું નથી. મોડલ પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી. પરંતું મોત પહેલા તે લંડનના એક ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી. મોડેલ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા પંખા પર લટકી આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. 

2/7
image

પોલીસની પૂછપરછમાં પરિવારે તાન્યાને ડિપ્રેશન હોવાની વાત પણ નકારી કાઢી છે. હાલ પોલીસ મૃતના મોબાઇ અને કોલ ડિટેઇલ પર તપાસ કરી રહી છે. તાન્યાનો મોબાઈલ પોલીસ પાસે હોવા છતાં પોલીસને તેના ફોનમાં કંઈ અજુગતુ મળી નથી રહ્યું. તાનિયાના મોબાઈલના IDPR મંગાવામાં આવ્યા છે. 

3/7
image

આ કેસમાં પોલીસે અત્યાર સુધી 25 લોકોના નિવેદન લીધા છે. તાન્યાની બેંક ડિટેઈલની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આપઘાત પહેલા તાન્યાએ લંડનમાં રહેતી તેની મિત્ર સાથે વાત કરી હતી. જેમા તાન્યાએ રડતા રડતા વીડિયો કોલમાં કહ્યુ હતુ કે, ‘યાર યે ફેમિલી કા પ્રેશર હે. મેં તંગ આ ગઇ હું. મેરે સે યે સબ સહન નહીં હોતા હે.’ તેના બાદ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. 

4/7
image

તો બીજી તરફ, તાન્યા ક્રિકેટર અભિષેક શર્મા સાથે સ્નેપ ચેટ પર વાત કરતી હોવાનો ખુલાસો થયો છે. અભિષેક સાથે ઍક વર્ષ પેહલા બ્રેકઅપ થયાનું ખુદ અભિષેકે પોલીસને જણાવ્યુ હતું. અભિષેકે તાન્યા સાથેના સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકી દીધું હતું. ત્યાર બાદ પણ તાન્યા સતત અભિષેકનો સંર્પક કરવા પ્રયત્ન કરતી હતી. આ બંને વચ્ચે પેચઅપ થઇ જાય તે માટે તેની ફ્રેન્ડ પણ પ્રયત્ન કરી રહી હતી.   

5/7
image

ક્રિકેટર સાથે છેલ્લા ઘણા સમયથી કોઈ સંપર્ક હોય તેવુ કોલ ડિટેઈલમાં જણાયુ નથી. તેમ છતાં તેની સાથે મિત્રતા હોવાથી તેને પૂછપરછ માટે જરૂર પડ્યે બોલાવાઇ શકાય છે.  

6/7
image

7/7
image