સુરતની આ સુંદર મોડલ સાથે એવુ તો શુ થયું કે આપઘાત કરી લીધો, બેડરૂમમાં મૃત હાલતમાં મળી
surat model news : સુરતના વેસુ વિસ્તારમાં 28 વર્ષય મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૂળ રાજસ્થાનની અને સુરતમાં મોડલિંગ કરતી તાન્યા સિંગે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. જોકે, તેના આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી.
પરિવારની એકની એક દીકરી
સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. સુરતમાં વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સી આપઘાતનો બનાવ બન્યો હતો. તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પરિવારીન એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ છે.
પિતા મિલ કામદાર છે
તાન્યાના પિતા સુરતની એક મિલમાં કામદાર છે. તાન્યા ગત રોજ રાત્રે ઘરે આવી હતી, અને તેના બાદ તેણે આપઘાત કર્યો હતો. આખરે તેની સાથે શું થયુ હતું. વહાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
મોડલિંગમાં કરિયર વધારવા માંગતી હતી તાન્યા
તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માંગતી હતી. જોકે, તેણે પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, હજી આ મામલે તપાસ ચાલી રહી છે.
Trending Photos