સની દેઓલે ગુજરાતીમાં કહ્યું: 'હિંદુસ્તાન ઝિંદાબાદ હતું, હિંદુસ્તાન ઝિંદાબાદ છે અને હિંદુસ્તાન ઝિંદાબાદ રહેશે'

બોલિવુડ ફિલ્મની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે, તે ‘ગદર 2’ના આઇકોનિક એક્શન હીરો સની દેઓલ અને ખ્યાતનામ અભિનેત્રી અમીષા પટેલએ આજે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તેમણે કેમ્પસમાં હાજર 1800થી વધારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. 

1/5
image

વિદ્યાર્થીઓ તેમના ફેવરિટ સ્ટાર્સને નજીકથી જોઇને અભિભૂત થઈ ગયાં હતાં. સની દેઓલ જ્યારે તેમનો લોકપ્રિય ડાયલૉગ - હિંદુસ્તાન ઝિંદાબાદ હૈ, હિંદુસ્તાન ઝિંદાબાદ થા ઔર હિંદુસ્તાન ઝિંદાબાદ રહેગા ને હિન્દી બાદ ગુજરાતીમાં પણ બોલતા વિદ્યાર્થીઓ રોમાંચિત થઈ ઉઠ્યાં હતાં. આ સાથે જ, સની દેઓલ અને અમીષા પટેલ સહિત ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી.  

2/5
image

3/5
image

4/5
image

5/5
image