3 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, એલર્ટ થઈ જાય આ 4 રાશિના જાતકો, કરવો પડશે મુશ્કેલીનો સામનો!
Tula Rashi mai Surya Gochar: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક ગ્રહ ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના ગોચરની અસર દરેક જાતકો પર પડે છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ પણ જલ્દી રાશિ પરિવર્તન કરવાના છે. તેનો પ્રભાવ ચાર રાશિના જાતકો પર અશુભ જોવા મળી શકે છે.
સૂર્યનું રાશિ પરિવર્તન
તમને જણાવી દઈએ કે 17 ઓક્ટોબરે ગ્રહોના રાજા સૂર્યદેવ તુલા રાશિમાં પ્રવેશ કરવાના છે. સૂર્ય પોતાની નીચ રાશિમાં ગોચર કરી રહ્યાં છે, જેનાથી ચાર રાશિના જાતકો પર નકારાત્મક અસર પડશે. આ ચાર રાશિઓએ સતર્ક રહેવાની જરૂર છે. આવો તે ચાર રાશિઓ વિશે જાણીએ.
કર્ક રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે નકારાત્મક રહી શકે છે. આ લોકોની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. આ સમયે સમજી-વિચારીને ખર્ચ કરો. તમારા પારિવારિક જીવનમાં ધ્યાન રાખો. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા વિચાર કરો. કરિયરમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોના કરિયર પર પ્રભાવ પડી શકે છે. તમારા ઉપર કામનો ભાર આવી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યાં છે તેણે સાવધાન રહેવાની જરૂર છે. તમારા સહયોગીઓનો સપોર્ટ ન મળવાને કારણે તમને અસુવિધા થઈ શકે છે. સ્કિન સાથે જોડાયેલી બીમારી તમને પરેશાન કરી શકે છે. સાવચેતી રાખો.
વૃશ્ચિક રાશિ
સૂર્યના રાશિ પરિવર્તનથી વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. નોકરી બદલવા પર વિચાર કરી શકો છો. કોઈ નિર્ણય લેતા પહેલા મોટા લોકોની સલાહ લો. આર્થિક નુકસાન થઈ શકે છે. સમજી-વિચારીને ખર્ચ કરો. દાંપત્ય જીવનમાં સમસ્યાઓ પેદા થઈ શકે છે.
મકર રાશિ
મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. રોકાણ કરવાથી બચવું પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કોઈ બીમારી તમને પરેશાન કરી શકે છે. પરીણિત લોકોના જીવનમાં અશાંતિ આવી શકે છે. જીવનસાથી સાથે લડાઈ-ઝગડા વધી શકે છે. તમારા ક્રોધ અને વાણી પર કાબુ રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
Trending Photos