15 જૂનથી 3 જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય જાગી જશે, ગ્રહોના રાજા સૂર્ય દેવ કરશે મિથુન રાશિમાં પ્રવેશ
Surya Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનને કારણે ત્રણ જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
સૂર્ય ગોચર
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવને માન-સન્માન, પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ અને સરકારી નોકરીનો કારક માનવામાં આવે છે. તેવામાં સૂર્ય દેવ 15 જૂને મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. મિથુન રાશિ પર બુધ ગ્રહનું આધિપત્ય છે અને સૂર્ય દેવનો બુધની સાથે મિત્રતાનો ભાવ છે. તેથી આ ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય ચમકી શકે છે. સાથે માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. આવે તે રાશિઓ વિશે જાણીએ...
મિથુન રાશિ
તમારા લોકો માટે સૂર્ય દેવનું ગોચર લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી લગ્ન ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારી લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે. સાથે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. તમારૂ લગ્ન જીવન પહેલા કરતાં સારૂ રહેશે. જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે તેને આ દરમિયાન ખુબ લાભ થશે. આ દરમિયાન નોકરી કરનાર જાતકને પ્રમોશન મળી શકે છે. આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
કન્યા રાશિ
સૂર્ય દેવનું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવનું ગોચર તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર થવાનું છે. તેથી આ દરમિયાન તમને કરિયરમાં આગળ વધવાની તક મળશે. જે લોકો નોકરી કરે છે તેને ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. સાથે આ દરમિયાન નોકરી કરનાર જાતકને પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
તમારા લોકો માટે સૂર્ય દેવનું ગોચર લાભદાયક રહી શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર થવાનું છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે. સાથે આવકના નવા સ્ત્રોત બનશે. આ દરમિયાન જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેનું સપનું સાકાર થઈ શકે છે. જો તમે વેપારી છો તો મોટી ડીલ થઈ શકે છે. જે ભવિષ્યમાં લાભ કરાવશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
Trending Photos