Team India ના આ ખેલાડીઓ ગરીબીને માત આપીને બન્યા કરોડોના માલિક, આજે ચાલે છે એમના નામનો સિક્કો

નવી દિલ્લીઃ ભારતમાં ક્રિકેટની રમત સૌથી લોકપ્રિય ગણાય છે. એ જ કારણ છેકે, અહીં ના ક્રિકેટરો કરોડો રૂપિયાની કમાણી કરે છે. ઈન્ટરનેશન ક્રિકેટ ઉપરાંત આઈપીએલમાં પણ ખેલાડીઓને કરોડોની કમાણી કરવાની તક મળે છે. ક્રિકેટની રમતે ખેલાડીઓનું સમગ્ર જીવન બદલી નાંખ્યું છે. ત્યારે એવા પણ કેટલાંક નામો છે, જેમણે ગરીબી અના લાચારીના જીવનમાંથી ઉપર ઉઠીને ક્રિકેટ જગતમાં પોતાનું એક ઉંચું મુકામ હાંસલ કર્યું છે. ટીમ ઈન્ડિયાના એવા ખેલાડીઓની વાત આ આર્ટીકલમાં કરવામાં આવી છે જેમણે ગરીબીને માત આપી અને આજે તેઓ કરોડોના માલિક છે. આજે તેમના નામનો બધી જગ્યાએ ડંકો વાગે છે.
 

ઈરફાન અને યૂસુફ પઠાણઃ

1/5
image

ગુજરાતના આ બે પઠાણ બંધુઓ આજે દુનિયાભરમાં ફેમસ છે. ક્રિકેટની દુનિયામાં ઈરફાન અને યૂસુફે પોતાનું એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટથી માંડીને આઈપીએલમાં પણ તેમના નામનો દબદબો રહ્યો છે. બન્ને ભાઈઓએ સાથે મળીને વર્ષ 2007ની ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી પણ ઉઠાવી હતી. તેઓ ક્રિકેટર બને તે પહેલાં તેમના પિતા ખુબ જ ગરીબ હતા. તેઓ મસ્જિદમાં ઝાડુ લગાવતા હતા. આજે પઠાણ બંધુઓ કરોડપતિ છે.

મોહમ્મદ સિરાઝઃ

2/5
image

હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ધરતી પર ભારતીય ટીમને મળેલી શાનદાર જીતનો હીરો હતો મોહમ્મદ સિરાઝ. સિરાઝે પણ ક્રિકેટર બનતા પહેલાં ખુબ જ મહેનત કરી હતી. સિરાઝના પિતા ઓટો-રિક્શા ચલાવતા હતા. તેમણે પોતાના દિકરાને ક્રિકેટર બનાવવા માટે બધું જ તેના પર નૌંછાવર કરી દીધું.

હાર્દિક અને કુણાલ પંડ્યાઃ

3/5
image

પઠાણ બંધુઓની જેમ જ ગુજરાતના આ પંડ્યા બંધુઓએ પણ ભારતીય ટીમમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું છે. આ બન્ને ભાઈઓ પણ એક ગરીબ પરિવારમાંથી આવે છે. આ બન્ને ભાઈઓનું સપનું પુરું કરવામાં પણ આઈપીએલની મુંબઈ ઈન્ડિયંસ ટીમનો બહુ મોટો હાથ રહેલો છે. ક્રિકેટ બન્યા તે પહેલાં પંડ્યા બંધુઓના પરિવારમાં ખુબ જ આર્થિક તંગી હતી. આજે બન્ને ભાઈઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે.

રવિંદ્ર જાડેજાઃ

4/5
image

ક્રિકેટર બનતા પહેલાં ભારતીય ટીમના ઓલરાઉંડર રવિંદ્ર જાડેજા પણ એક સામાન્ય પરિવારના સભ્ય હતાં. તેમના પરિવારની સ્થિતિ પણ પહેલાં વધારે સારી નહોંતી. તેમના પિતા એક સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતાં. આજે તેમની પાસે શાનદાર ઘર અને ગાડીઓનો કાફલો છે. આજે તેઓ કરોડોની કમાણી કરે છે અને ખુબ ફેમસ છે.

મહેંદ્ર સિંહ ધોનીઃ

5/5
image

દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટીમના સૌથી શ્રેષ્ઠ કેપ્ટન અને એમ કહો કે અત્યાર સુધીમાં દુનિયાની વિવિધ ક્રિકેટ ટીમોના કેપ્ટન કરતા સૌથી શ્રેષ્ઠ કેપ્ટન એટલે મહેંદ્ર સિંહ ધોની. ધોનીની કહાની લગભગ દરેક લોકોને ખબર છે. કારણકે, આ લિવિંગ લેજન્ડ પર શાનદાર ફિલ્મ પણ બની ચૂકી છે. માહીના પિતા એક પંપ ઓપરેટર હતા. તેમની આર્થિક સ્થિતિ પણ કંઈ ખાસ નહોંતી. આજે ધોનીનું નામ દુનિયાના સૌથી સફળ અને સૌથી ધનિક ખેલાડીઓમાં સામેલ છે. ધોની ભારતના સૌથી સફળ કેપ્ટન પણ છે.