દેશભરમાં નૂપુર શર્મા સામેના પ્રદર્શનમાં પથ્થરમારો અને હિંસા, રાંચીમાં કર્ફ્યૂની જુઓ તસવીરો
Violence Protest: ભાજપ નેતા નૂપુર શર્માના મોહમ્મદ પયગંબર વિરુદ્ધના નિવેદન બાદ દેશભરમાં માહોલ ગરમાયો છે. વિવાદાસ્પદ નિવેદનના કારણે નૂપુર શર્માને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. છતાં શુક્રવારની જુમાની નમાઝ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા અને વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો અને હિંસા ફાટી નીકળી. ઝારખંડના રાંચીમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. સાથે જ ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનમાં પોલીસે લાઠીચાર્જ કર્યો.
ઉત્તર પ્રદેશના પ્રયાજરાજમાં પ્રદર્શન
પ્રયાગરાજમાં આજે ભારે હિંસા થઈ. હિંસામાં ADG ઝોન પ્રયાગરાજ પ્રેમ પ્રકાશ ઘાયલ થયા હતા. સાથે જ ડીએમ સંજય ખત્રીને પણ ઈજા પહોંચી હતી. ભારે પોલીસ દળ ત્યાં તૈનાત છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુદારાબાદમાં પણ નમાઝ બાદ પ્રદર્શન
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં જુમાની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. લોકોએ કડક કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. અહીં પણ વિરોધ હિંસામાં ફેરવાઈ ગઈ અને ત્યારબાદ પોલીસેમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી.
ઝારખંડના રાંચીમાં હિંસા
ઝારખંડના રાંચીમાં નમાઝ બાદ હિંસા ફાટી નીકળી. પ્રદર્શનકારીઓએ પોલીસ અને ફોર્સ પર પથ્થરમારો કર્યો હતો. તે જ સમયે, રાંચીમાં જબરદસ્ત હંગામો થયો છે જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલમાં રાંચીમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
બંગાળના હાવડામાં પણ હિંસા ફાટી નીકળી
હાવડા અને રાંચીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ છે. હાવડામાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાન અને પોલીસ બૂથને આગ ચાંપી દીધી હતી.
દેવબંદમાં પ્રદર્શન બાદ અનેક લોકોની અટકાયત
યુપીના દેવબંદમાં શુક્રવારની નમાઝ બાદ લોકોએ પ્રદર્શન કર્યું. આ દરમિયાન લોકોએ બેનરો લઈને નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેવબંદમાં પ્રદર્શન બાદ અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.
Trending Photos