Anushka Shetty Birthday: બાહુબલીની દેવસેનાનો ક્યારેય જોયો નહી આવો અવતાર, બિકનીથી માંડીને સાડીમાં વર્તાવે છે કહેર

Anushka ShettyPhotos: બાહુબલી ફિલ્મમાં દેવસેનાનું પાત્ર ભજવનાર દેવસેના રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ લાગે છે. શાનદાર એક્ટિંગ અને હુસ્નના જલવાથી ફેન્સનું દિલ જીતનાર અભિનેત્રી 7 નવેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મોની ટોપ અભિનેત્રીઓમાં સામેલ છે, તેમણે પોતાની મહેનતના દમ પર પોતાના નામનો ડંકો વગાડ્યો છે. 

1/5
image

બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટી 7 નવેમ્બરના રોજ પોતાનો બર્થડે સેલિબ્રિટ કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની ફિલ્મો અને પ્રોજેક્ટની જાણકારી ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે પોતાની તસવીરો પોસ્ટ કરવાનું ઓછું પસંદ કરે છે. 

2/5
image

અનુષ્કા શેટ્ટીએ બાહુબલી, ડોન, બિલ્લા, લિંગા, મિર્ચી અને સિંઘમ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. અનુષ્કા શેટ્ટીને એક્ટિંગ માટે ફિલ્મફેરમાંથી ત્રણ વાર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 

3/5
image

અનુષ્કા શેટ્ટી હાલ પોતાના ટ્રાંસફોર્મેશનને લઇને ખૂબ ચર્ચામાં છે. અનુષ્કાએ તાજેતરમાં જ પોતાનું વજન ઘણું ઓછું કર્યું છે. એવું માનવામાં આવે છે કે તેમણે પોતાનું વજન ઓછું કર્યું ત્યારબાદ તે વધુ હોટ અને ગ્લેમરસ દેખાય છે. 

4/5
image

અનુષ્કા શેટ્ટી જેટલી પોતાના ઇન્ડીયન લુકને પસંદ કરે છે. એટલું તે વેસ્ટર્નને કરતી નથી. અભિનેત્રીના સોશિયલ મીડિયા પર વેસ્ટર્ન કપડાંમાં તેમના ખૂબ ઓછા ફોટા છે. 

5/5
image

અનુષ્કા શેટ્ટી હાલ પોતાના નવા પ્રોજેક્ટ્સને લઇને ખૂબ વ્યસ્ત છે. તે દરરોજ શૂટ્સ અને પ્રમોશન્સમાં ખૂબ વ્યસ્ત છે.