કોહલીના વિવાદ વચ્ચે રોહિતે ખોલી શેમ્પેઈનની બોટલ! મોજમાં આવી ગયા બધા ખેલાડીઓ, જુઓ તસવીરો

નવી દિલ્લીઃ ઈંગ્લેન્ડને વન-ડે સિરિઝમાં હરાવીને ભારતે ફરી એકવાર નવો ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે આ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે સિરીઝમાં ભારતે 2-1થી માત આપી જીત મેળવી. આ નિમિત્તે ભારતીય ટીમે ભારે ઉત્સાહ સાથે જીતનો જશ્ન મનાવ્યો. કેપ્ટન રોહિતે સિરીઝ જીતતા યુવા બોલર અર્શદીપ સિંહને ટ્રોફી ઉઠાવવાનો મોકો આપ્યો. 

1/6
image

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે સિરીઝમાં ભારતે 2-1થી માત આપી જીત મેળવી. આ નિમિત્તે ભારતીય ટીમે ભારે ઉત્સાહ સાથે જીતનો જશ્ન મનાવ્યો. કેપ્ટન રોહિતે સિરીઝ જીતતા યુવા બોલર અર્શદીપ સિંહને ટ્રોફી ઉઠાવવાનો મોકો આપ્યો. 

2/6
image

મેચના હિરો રહેલા ઋષભ પંતે રોહિત શર્મા પર શેમ્પેઈન ઉડાવી મજા માણી.

3/6
image

સિરીઝ જીત્યા બાદ ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી. કેપ્ટન રોહિત શર્મા શેમ્પેઈનની બોટલ સાથે મસ્તી કરતા જોવા મળ્યો.

4/6
image

ટીમ ઈન્ડિયાના આ સેલિબ્રેશનમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ પાછળ નથી રહ્યો. તેણે મોટી બોટલ ઉપાડીને ખેલાડીઓને નવડાવતો જોવો મળ્યો. આ મજા શિખર ધવન અને સૂર્યકુમાર યાદવે શરૂ કરી હતી.

5/6
image

ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચ 5 વિકેટથી જીતીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ધરતી પર 8 વર્ષ બાદ ODI સિરીઝ જીતી હતી, જ્યારે 39 વર્ષે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. તેથી ભારતીય ટીમે શાનદાર અંદાજમાં ઉજવણી કરી.

6/6
image

ટીમ ઈન્ડિયાનો છેલ્લો મેચમાં જીતવા માટે 260 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા હાર્દિક પંડ્યાએ 71 રન અને રિષભ પંતે અણનમ 125 રન બનાવી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.