Wimbledon 2022: હોલીવુડની હસ્તીઓનો અહીં જામ્યો છે મેળો! કેટ મિડલ્ટનથી માંડી ટોમ ક્રૂઝ સુધીના સિતારાઓની જુઓ તસવીરો
નવી દિલ્લીઃ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત કહેવાતી ટૂર્નામેન્ટમાંથી એક વિમ્બલ્ડન ચાલી રહી છે. વર્ષ 2022ની ચેમ્પિયનશિપ ઝાકમજોળથી ભરપૂર લાગી રહી છે. દુનિયાભરમાંથી ચાહકો આવ્યા છે જેમાં કેટલાક જાણીતા અને લોકપ્રિય ચહેરાઓનો સમાવેશ થાય છે. ડચેસ કેટ મિડલ્ટનથી માંડીને હોલીવૂડ સ્ટાર ટોમ ક્રૂઝ સુધીના લોકોએ હાજરી આપીને ટૂર્નામેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા છે. હાઈ પ્રોફાઈલ સેલેબ્સની હાજરી અને ફેશન સ્ટેટમેન્ટે ટૂર્નામેન્ટમાં ગ્લેમર ક્વોશન્ટ હાઈ કરી દીધો.
ટોમ ક્રૂઝ
ટોપ ગન સ્ટાર ટૂર્નામેન્ટ દરમિયાન નેવી બ્લૂ સૂટમાં જોવા મળ્યો. બો ટાઈ અને પોતાની ટ્રેડ માર્ક સ્ટાઈલ સાથે ટૂર્નામેન્ટમાં જોવા મળેલા ટોમ ક્રૂઝે ચાહકોના દિલ જીતી લીધા. (તસવીરઃ AFP)
સાયના મિલર
અમેરિકાની 40 વર્ષની આ અભિનેત્રીએ ટૂર્નામેન્ટમાં વ્હાઈડ ડ્રેસ પહેર્યો. વિમ્બલ્ડનના 100 વર્ષ પુરા થવા પ્રસંગે તેણે ખાસ હાજરી આપી.
રામી મલિક અને લ્યુસી
અકેડમી અવૉર્ડ વિજેતા એક્ટર રામી મલિક ગર્લફ્રેન્ડ લ્યુસી સાથે વિમ્બલ્ડનમાં જોવા મળ્યા. લ્યુસી વ્હાઈટ ડ્રેસમં ખૂબસૂરત લાગી તો રામી મિલક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યા હતા. (તસવીરઃ AFP)
સોહામણી લાગી કેટ મિડલ્ટન
બ્રિટેનના શાહી પરિવારની વહુરાણી પણ વિમ્બલ્ડ જોવા પહોંચી. યલો પોલ્કા ડોટ ડ્રેસમાં કેટ મિડલ્ટમ એકદમ સોહામણી લાગી. ડ્રેસ સાથે કેટે વ્હાઈટ હેન્ડબેગ અને વ્હાઈટ શૂઝ સાથે લૂકને કમ્પલીટ કર્યો. ટૂર્નામેન્ટના રોયલ બોક્સમાં મહાનુભાવોએ સાથે બેસેલી કેટ મિડલ્ટના સિમ્પલ છતાં રોયલ લૂકે સૌના દિલ જીતી લીધા.
જેડી કોમેર
કિલીંગ ઈવની આ ગોર્જિયસ અભિનેત્રી વિમ્બલ્ડન દરમિયાન મજા લેતી જોવા મળી. ડાર્ક ગ્રીન કલરના ડ્રેસ અને સનગ્લાસિસ સાથે અભિનેત્રી સુંદર લાગી રહી હતી. (તસવીરઃ AFP)
જેમા ચાન અને ડોમિનિક કૂપર
2018થી જેમના સંબંધોની ચર્ચા છે તેવા આ કપલ લાંબા સમય બાદ જાહેરમાં એક સાથે જોવા મળ્યાય 44 વર્ષના આ કેપ્ટન અમેરિકા સ્ટાર બ્લૂ સૂટમાં જોવા મળ્યા જો 39 વર્ષની જેમા ચાન ચેક્સના ડ્રેસમાં સુંદર લાગી.
એલી ગોલ્ડિંગ
ફેશનિસ્ટા તરીકે જાણીતી એલી ટૂર્નામેન્ટમાં વ્હાઈટ અવતારમાં જોવા મળી. બ્રિટિશ સિંગર અને ગીતકારે વ્હાઈટટોપ અને ટ્રાઉઝરમાં સિમ્પલ અને સોબર લૂકમાં જોવા મળી.
ડેમી મેગી સ્મિથ
ડાઉનટાઉન એબીની 87 વર્ષિય આ સ્ટારે પણ વિમ્બલ્ડમાં હાજરી આપી. બ્લૂ ડ્રેસ અને વ્હાઈટ લોફર્સમાં ડેમી સરસ લાગી રહી હતી. સાથે તેણે મોતીનો નેકલેસ પણ પહેર્યો હતો.
Trending Photos