Unbreakable Records Of IPL History: આ 5 રેકોર્ડ તોડવાની કોઈની તાકાત નથી! આ રેકોર્ડની નજીક પણ નથી કોઈ ખેલાડી

નવી દિલ્લીઃ ક્રિકેટ જગતની સૌથી મોટી લીગ IPL છે. દર વર્ષે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ IPL રમે છે. આ લીગમાં રેકોર્ડ બનવા અને તૂટવા એ સામાન્ય વાત છે..દર વર્ષે આપણે IPLમાં કેટલાક ખાસ રેકોર્ડ બનતા જોયા છે. આજે અમે તમને એવા જ કેટલાક રેકોર્ડ વિશે જણાવીશું, જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી અને કોઈ આ રેકોર્ડની નજીક પણ નથી પહોંચ્યું.

ક્રિસ ગેલ

1/5
image

IPLમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે વર્ષ 2013માં RCB તરફથી રમતી વખતે સદી ફટકારી હતી..ગેલે 30 બોલમાં સદી પૂરી કરી હતી. ગેલે 66 બોલમાં 175 રનની ઈનિંગ રમી હતી.. જેમાં 17 સિક્સ અને 13 ફોર ફટકારી હતી.

અલઝારી જોસેફે

2/5
image

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા અલઝારી જોસેફે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું 3.4 ઓવરમાં  6 વિકેટ લીધી હતી અને માત્ર 12 રન આપ્યા હતા.સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અલ્ઝારી જોસેફના નામે છે.

વિરાટ કોહલી

3/5
image

દરેક ફોર્મેટમાં વિરાટ કોહલીએ રન બનાવ્યા છે.. IPLમાં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલીછે. વર્ષ 2016 વિરાટ કોહલી માટે સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. કોહલીએ 16 મેચમાં 973 રન બનાવ્યા,  આ વર્ષે કોહલીએ ચાર સદી અને 7 અડધી સદી ફટકારી હતી. તેની એવરેજ 81 હતી અને સ્ટ્રાઈક રેટ 152 હતો.

હેટ્રિક વિકેટ

4/5
image

હેટ્રિક વિકેટ લેવી એ દરેક બોલરનું સપનું હોય છે. ત્રણ બોલમાં ત્રણ વિકેટ લેવી મુશ્કેલ છે. પરંતુ અમિત મિશ્રાએ IPL ઈતિહાસમાં 3 હેટ્રિક લીધી છે, અમિત મિશ્રા IPLમાં સૌથી વધુ હેટ્રિક લેનાર બોલર છે. યુવરાજ સિંહે પણ IPLમાં 2 હેટ્રિક લીધી છે, પરંતુ અમિત મિશ્રાનો રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.

સૌથી મોટી પારીનો રેકોર્ડ

5/5
image

175 રનનો સ્કોર T20 ક્રિકેટમાં મોટો સ્કોર માનવામાં આવે છે. પરંતુ ક્રિસ ગેલે IPLમાં એકલા હાથે 175 રનની ઈનિંગ રમી છે. આઈપીએલ ઈતિહાસની આ સૌથી મોટી ઈનિંગ્સ છે. ગેલે આ રેકોર્ડ 2013માં પુણે વોરિયર્સ  સામે બનાવ્યો હતો.