Photos: 1 નહીં 10 ગર્ભગૃહ ધરાવતું હશે કલ્કિ મંદિર! દુનિયાના સૌથી અનોખા મંદિરનો PM મોદી કરશે શિલાન્યાસ

Kalki Mandir Photos: પ્રધાનમંત્રી મોદી એજ પવિત્ર સ્થાન પર ભગવાન કલ્કિને પ્રણામ કરવા જઈ રહ્યાં છે જ્યાં ભગવાન વિષ્ણુના છેલ્લાં અવતાર અવતર્યા હોવાનું કહેવાય છે. પીએમ મોદીના હસ્તે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે થવા જઈ રહ્યો છે કલ્કિ મંદિરનો શિલાન્યાસ. મંદિર અને પરિસરની તસવીરો જોઈને મન પ્રફૂલ્લિત થઈ જશે.



 

1/6
image

સોમવારે પ્રધાનમંત્રી મોદીના હસ્તે કલ્કિ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. સંભલના અંચોડા કંબોહમાં બની રહેલા કલ્કિ ધામના શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર મંદિર પરિસરને સફેદ અને ભગવા રંગોથી શણગારવામાં આવી રહ્યું છે. કલ્કિ મંદિરનું મોડલ પણ સામે આવ્યું છે. ચાલો જાણીએ તેની વિશેષતાઓ વિશે.

2/6
image

કલ્કિ ધામને દુનિયાનું સૌથી અનોખું મંદિર હશે. કારણ કે કલ્કિ ધામ એ પહેલું ધામ છે જ્યાં ભગવાનના મંદિરની સ્થાપના તેમના અવતાર પહેલા થઈ રહી છે. તે જ સમયે, આ મંદિરમાં એક નહીં પરંતુ 10 ગર્ભગૃહ હશે. ભગવાન વિષ્ણુના 10 અવતારોના 10 અલગ-અલગ ગર્ભગૃહની સ્થાપના કરવામાં આવશે.

3/6
image

જાણી લો જે ગુલાબી પથ્થરોથી સોમનાથ અને અયોધ્યા મંદિરનું નિર્માણ કરાયું છે એજ પથ્થરોથી કલ્કિ ધામનું પણ નિર્માણ કરવામાં આવશે. આ મંદિરનું શિખર 108 ફૂટ ઊંચું હશે. મંદિરનું પ્લેટફોર્મ 11 ફૂટ ઉપર બનાવવામાં આવશે. અહીં 68 તીર્થસ્થાનોની સ્થાપના કરવામાં આવશે.

4/6
image

લગભગ 5 એકર જેટલી વિશાળ જમીનમાં બનાવવામાં આવશે ક્લિક મંદિર. કલ્કિ મંદિરના નિર્માણમાં લગભગ 5 વર્ષ લાગી શકે છે. નોંધનીય છે કે કલ્કિપીઠ તેના જૂના સ્થાન પર જ રહેશે. જ્યારે કલ્કિ ધામનું નિર્માણ થશે, ત્યારે ભગવાનની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેના માટે અલગ અલગ પ્રતિમાઓ લાવવામાં આવશે. 

5/6
image

PM મોદીના કાર્યક્રમને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. પીએમ મોદીના હેલિકોપ્ટરને લેન્ડ કરવા મુખ્ય સ્ટેજની પાછળ એક હેલિપેડ બનાવાયું છે. કલ્કિ ધામના સમગ્ર મંદિર સંકુલને એસપીજી સુરક્ષાના ઘેરાથી સજ્જ રાખવામાં આવ્યું છે. મંદિર સંકુલને 3 વિભાગોમાં વિભાજિત કરાયું છે. મુખ્ય સ્ટેજની બરાબર સામે, VVIP મહેમાનો, VIP મહેમાનો અને પછી અન્ય લોકો માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે.

6/6
image

કલ્કિ ધામના શિલાન્યાસના પ્રસંગે દેશભરમાંથી આવતા સંતો-મુનિઓ માટે ટેન્ટ સિટી કલ્કીપુરમમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા માટે લગભગ 11 હજાર સંતો-મુનિઓ આવી રહ્યા છે. કલ્કિ ધામ સનાતનના નવા ઉદયને જોવા માટે તૈયાર છે. મંદિરના શિલાન્યાસની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.