Shaniwar Upay: શનિવારે કરેલા આ 5 મહા ઉપાયથી શનિદેવ થાય છે પ્રસન્ન, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Shaniwar Upay: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મફળના દાતા છે. માન્યતા છે કે દરેક વ્યક્તિને શનિદેવ તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-શાંતિ વધે છે. 

આ વસ્તુઓનું કરો દાન 

1/6
image

હિન્દુ ધર્મમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શનિવારના દિવસે જો તમે કાળા તલ, અડદ, ગોળ, તેલ કે કાળા વસ્ત્રનું દાન કરો છો તો શનિદેવની કૃપા હંમેશા રહે છે. 

નોકરી માટે ઉપાય

2/6
image

જો તમને અથાગ પ્રયત્નો છતાં પણ નોકરી નથી મળી રહી તો શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે 9 દીવા કરો અને ત્યારપછી તેની પરિક્રમા કરો. કહેવાય છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

દીવામાં લવિંગ

3/6
image

 આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો શનિવારના દિવસે દીવો કરો તો તેમાં લવિંગ ઉમેરી દેવું. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. 

શનિદોષ માટે 

4/6
image

જો કુંડળીમાં શનિદોષ હોય તો શનિવારે "ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્ચરાય નમ:" મંત્રનો 108 વખત જાપ કરવો. તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે. 

કાળા કૂતરાની સેવા 

5/6
image

શનિવારના દિવસે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કાગડાને અને કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવો. કહેવાય છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

6/6
image