યાત્રીગણ ધ્યાન દે!!! મુસાફરોની માંગ અને સુવિધા માટે આ તારીખ સુધી દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો

ટ્રેન નંબર 05046, 06501 અને 06505 ની વિસ્તૃત ફેરાનું બુકિંગ 26 માર્ચ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.gov.inપર જઈ શકે છે.

અમદાવાદ: મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને પહોંચી વળવાનાં લક્ષ્ય સાથે, પશ્ચિમ રેલ્વેએ ભારતીય રેલ્વેનાં વિવિધ સ્થળો વચ્ચે કાર્યરત 3 સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વિસ્તરણ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બાકીની 5 જોડી પશ્ચિમ રેલ્વેનાં સ્ટેશનોમાંથી પસાર થશે. અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝા દ્વારા જણાવ્યાં મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ઓખા - ગોરખપુર ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક)

1/7
image

ટ્રેન નંબર 05046 ઓખા - ગોરખપુર ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 27 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે, જ્યારે ટ્રેન નંબર 05045 ગોરખપુર - ઓખા ફેસ્ટિવલ સ્પેશિયલને વર્તમાન નિર્ધારિત સમય સાથે 24 જૂન, 2021 થી આગળની સૂચના સુધી સંયુક્ત રીતે વધારવામાં આવ્યા છે. 

અમદાવાદ - યસવંતપુર સ્પેશિયલ (સાપ્તાહિક)

2/7
image

ટ્રેન નંબર 06501 અમદાવાદ - યસવંતપુર સ્પેશિયલના ફેરા 30 માર્ચથી 29 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નંબર 06502 યસવંતપુર - અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોને 28 માર્ચથી 27 જૂન, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને અમદાવાદથી 06.04.2021 થી અને યશવંતપુરથી 04.04.2021 થી સુધારેલ સંરચના 2 એસી, 3 એસી, સ્લીપર ક્લાસ અને સેકંડ ક્લાસ સિટિંગ કોચને આગળની સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.

કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)

3/7
image

ટ્રેન નંબર 06507 જોધપુર - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલના ફેરાને 3 એપ્રિલથી 3 જુલાઈ, 2021 સુધી લંબાવી દેવામાં આવ્યા છે, જ્યારે ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર - જોધપુર સ્પેશિયલ ટ્રેન 31 માર્ચથી 30 જૂન, 2021 સુધી લંબાવાઈ છે. આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને જોધપુરથી 08.04.2021 અને કે.એસ.આર. બેંગલુરુથી 05.04.2021 થી વધારીને 1 એ.સી., 2 એ.સી., 3 એ.સી., સ્લીપર ક્લાસ અને સેકંડ ક્લાસ સિટિંગ કોચને આગામી સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.

મૈસુર સ્પેશ્યલ (દ્વિ-સાપ્તાહિક)

4/7
image

ટ્રેન નંબર 06209 અજમેર - મૈસુર સ્પેશિયલના ફેરાને 2 એપ્રિલથી 2 જુલાઈ, 2021 સુધી લંબાવી દેવામાં આવ્યા છે, જ્યારે ટ્રેન નંબર 06210 મૈસુર - અજમેર સ્પેશિયલ 30 માર્ચથી 29 જૂન, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને અજમેરથી 04.04.2021 થી અને મૈસુર થી 01.042021થી  વધારીને 1 એસી, 2 એસી, 3 એસી, સ્લીપર વર્ગ અને સેકંડ ક્લાસ સિટિંગ કોચને આગામી સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.  

જયપુર સુવિધા ફેસ્ટિવલ સ્પેશ્યલ (સાપ્તાહિક)

5/7
image

ટ્રેન નંબર 06521 યશવંતપુર - જયપુર સુવિધા સ્પેશિયલ ટ્રેનો 25 માર્ચથી 24 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે, જ્યારે ટ્રેન નંબર 06522 જયપુર - યસવંતપુર સુવિધા સ્પેશિયલ 27 માર્ચથી 26 જૂન 2021 સુધી લંબાવાઈ છે. આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને, સુધારેલ સંરચનાને યશવંતપુરથી 01.04.2021 અને જયપુરથી 03.04.2021 થી વધારીને 1 એસી, 2 એસી, સ્લીપર ક્લાસને આગામી સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.

અજમેર ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક)

6/7
image

ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર - અજમેર સ્પેશિયલના ફેરાને 26 માર્ચથી 25 જૂન 2021 સુધી લંબાવી દેવામાં આવ્યા છે, જ્યારે ટ્રેન નં. 06206 અજમેર - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ 29 માર્ચથી 28 જૂન 2021 સુધી લંબાવામાં આવી છે. આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને કે.એસ.આર. બેંગલુરુથી 02.04.2021 થી અને અજમેરથી 05.04.2021થી વધારીને 1 એસી, 2 એસી, 3 એસી, સ્લીપર વર્ગ અને સેકંડ ક્લાસ સિટિંગ કોચને આગામી સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.

જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક)

7/7
image

ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગ્લોર - જોધપુર સ્પેશિયલના ફેરાને 28 માર્ચથી 27 જૂન, 2021 સુધી લંબાવી દેવામાં આવ્યા છે, જ્યારે ટ્રેન નંબર 06533 જોધપુર - કેએસઆર બેંગ્લોર 31 માર્ચથી 30 જૂન, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને કે.એસ.આર. બેંગલુરુથી 04.04.2021 થી અને જોધપુરથી 07.04.2021થી વધારીને 1 એસી, 2 એસી, 3 એસી, સ્લીપર વર્ગ અને સેકંડ ક્લાસ સિટિંગ કોચને આગામી સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.