દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ શરૂ, રસ્તા મુજબ નાનો-મોટો કરી શકાય તેવા રથમાં નીકળશે ભગવાન

Jagannath Rath Yatra 2024 ચેતન પટેલ/સુરત : સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી... ઈસ્કોન મંદિર તરફથી 15 કિલોમીટરની નીકળશે રથયાત્રા... ભગવાન જાંબલી કલરના સોના-ચાંદીની જરીવાળા વાઘામાં દેખાશે... 15થી 20 કારીગરોને વાઘા તૈયાર કરવામાં દોઢ મહિનો લાગ્યો..

1/6
image

સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા પર નીકળવાના છે જેની આતુરતાથી ભક્તો એક વર્ષથી રાહ જોઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં નીકળનાર સૌથી મોટી રથયાત્રા ઇસ્કોન મંદિર તરફથી નીકળશે જે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે ભગવાન જગન્નાથ જાંબલી રંગના વાઘામાં જોવા મળશે જે સોના અને ચાંદીના જરીથી તૈયાર કરવામાં આવી છે એટલું જ નહીં ભગવાન જગન્નાથ જે રથ પર સવાર થશે તે અત્યાધુનિક હાઇડ્રોલિક રથ રહેશે.  

2/6
image

ઈસ્કોન મંદિરના સરોજપ્રભુ મહારાજે જણાવ્યું કે, ભગવાન જગન્નાથજી ની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે તેમની એક ઝલક જોવા માટે કલાકો ભક્તો રાહ જોતા હોય છે. ભગવાન કયા વસ્ત્રોમાં હશે અને કેવા દેખાતા હશે તેની આતુરતા ભક્તોમાં ચરમ પર જોવા મળે છે. ત્યારે સુરતમાં ઇસ્કોન મંદિર તરફથી નીકળતી 15 km ની રથયાત્રામાં ભગવાન જગન્નાથ ખાસ જાંબલી રંગના વાઘામાં જોવા મળશે. આ વાઘા ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં તૈયાર કરવામાં આવ્યા છે. 

3/6
image

દોઢ મહિનામાં આ વાઘા તૈયાર થયા છે. તેમની ખાસિયત છે કે આ પ્યોર સિલ્ક કાપડ ઉપર જરદોશી તેમજ સોનાને ચાંદીના જરી વર્ગથી તૈયાર કરવામાં આવ્યા છે. જેની ઉપર સ્ટોન વર્ક કરાયું છે. આશરે 15 થી 20 જેટલા કારીગરોએ દોઢ મહિના સુધી આ વાઘા તૈયાર કર્યા છે. જેની કિંમત સવા ત્રણ લાખ રૂપિયા છે. 

4/6
image

છેલ્લા 30 વર્ષથી ઇસ્કોન મંદિર તરફથી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વખતે રથયાત્રા આ માટે પણ ખાસ છે. કારણ કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. રથ સંપૂર્ણપણે હાઇડ્રોલિક છે. 32 ફૂટના આ રથમાં જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સવાર થઈ નગર ચર્ચા પર નીકળશે ત્યારે જ્યાં પણ રસ્તો સાંકડો હશે ત્યાં આ રથને નાનો કરી શકાય છે. જ્યાં પણ ઈલેક્ટ્રીક વાયર અથવા તો વૃક્ષો બાધા રૂપ બને ત્યાં પણ તેને એડજસ્ટ કરી શકાય છે. 

5/6
image

હાલ રથનું રંગરોગાનનું કામકાજ ચાલી રહ્યું છે. ઈસ્કોન મંદિર ટ્રસ્ટના સભ્ય સરોજજી દાસે જણાવ્યું હતું કે, વૃંદાવનથી ખાસ અમે ભગવાન જગન્નાથજીના વાઘા મંગાવ્યા છે, જે પર સિલ્ક કાપડ પર તૈયાર કરવામાં આવ્યા છે, જેની અંદર એમ્બ્રોઇડરી અને જરી વર્ક જોવા મળશે. તેની કિંમત 3.15 લાખ રૂપિયા છે. રથયાત્રા માટે જે રથ છે તે સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રહેશે. જેથી રથ કાઢવામાં સરળતા થાય અને તેને રસ્તાના અનુરૂપ એડજેક્ટ પણ કરી શકાય છે

6/6
image