Salman Khan: એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણીને ફિલ્મ જગત સ્તબ્ધ

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ માત્ર 16 વર્ષની ઉમરમાં ભારતમાં ધમાલ મચાવી હતી.

નવી દિલ્હી: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ માત્ર 16 વર્ષની ઉમરમાં ભારતમાં ધમાલ મચાવી હતી. થોડી ફિલ્મો કરી અને ત્યારબાદ સલમાન સાથે બ્રેકઅપ થઈ જતા તે ભારત છોડીને મિયામીમાં વસી ગઈ. હવે સલમાન ખાન વિશે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે સલમાન સાથેના બ્રેકઅપ પર વર્ષો બાદ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે સલમાન ખાને તેને ચીટ કરી હતી. 

ફિલ્મી કરિયરથી લઈને બ્રેકઅપ સુધી કરી વાત

1/7
image

બોલીવુડમાં 90ના દાયકામાં કેટલીક ફિલ્મોથી અભિનેત્રી સોમી અલીએ ઓળખ બનાવી હતી. તે સલમાન સાથે પોતાના તે સમયના રિલેશનશીપને લઈને આજે પણ ચર્ચામાં રહે છે. હવે ZOOM ને આપેલા એક ઈન્ટરવ્યુમાં સોમી અલીએ પોતાની લાઈફ, કરિયર અને સલમાન સાથેના બ્રેકઅપ પર ચોંકાવનારા ખુલાસા કર્યા. 

સોમીએ ઠાલવી વ્યથા

2/7
image

વાતચીતમાં સોમી અલીએ કહ્યું કે 'તેની સાથે મારા બ્રેકઅપને 20 વર્ષ વીતી ચૂક્યા છે. તેણે મને ચીટ કરી અને હું તેનાથી અલગ થઈ ગઈ. ત્યારબાદ હું અહીંથી જતી રહી.' સોમીએ વધુમાં કહ્યું કે તેણે સલમાન ખાન સાથે 5 વર્ષથી વાત કરી નથી. પોતાની વાત આગળ વધારતા સોમીએ  કહ્યું કે 'હું બોલીવુડમાં કામ કરવા માટે ભારત આવી નહતી. મારા એક્સ સાથે મારે બ્રેકઅપ થઈ ગયું હતું તો પછી મારો અહીં રહેવાનો કોઈ હેતુ નહતો.'

શું ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરશે?

3/7
image

સોમી અલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે બોલીવુડમાં વાપસી કરવાનું વિચારી રહી છે કે કરી શકે છે? તો તેના જવાબમાં તેણે કહ્યું કે ના, મારો કોઈ ઈન્ટરેસ્ટ નથી, હું આ ઈન્ડસ્ટ્રીમાં ફીટ બેસતી નથી. 

16 વર્ષની ઉંમરે આવી હતી ભારત

4/7
image

સોમી અલીના જણાવ્યાં મુજબ તે માત્ર 16 વર્ષની ઉંમરમાં ભારતમાં આવી હતી કારણ કે તેને સલમાન ખાન સાથે લગ્ન કરવા હતા. આ સંબંધ લાંબો ચાલ્યો નહીં ત્યારબાદ વર્ષ 1999માં તેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ સોમી અભ્યાસ કરવા માટે યુએસ પાછી જતી રહી. 

14 વર્ષની ઉંમરે થયો હતો રેપ

5/7
image

અત્રે જણાવવાનું કે સોમી અલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'પાકિસ્તાનમાં હું જ્યારે 5 વર્ષની હતી ત્યારે મારા કૂકે મને 3 વાર સેક્સ્યુઅલી અબ્યુઝ કરી હતી. જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે ચોકીદારે પણ મને મોલેસ્ટ કરી. અમે અમેરિકામાં હતા અને જ્યારે મારી ઉંમર 14 વર્ષની હતી ત્યારે એક પાર્કમાં 17 વર્ષના છોકરાએ મારો રેપ કર્યો. હું 16 થી 24 વર્ષ દરમિયાન ભારતમાં હતી, તે સમયે મારી સાથે ડોમેસ્ટિક વાયલન્સની અનેક ઘટનાઓ ઘટી હતી.'  

આ ફિલ્મોમાં કર્યું છે કામ

6/7
image

પાકિસ્તાનમાં જન્મેલી સોમીએ બોલીવુડમાં અંત (1994), કૃષ્ણ અવતાર (1993), યાર ગદ્દાર (1994), તીસરા કોન? (1994) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

અત્યારે શું કરે છે સોમી

7/7
image

સોમી અલી 'નો મોર ટીયર્સ' નામની એનજીઓ ચલાવે છે. આ એનજીઓ દ્વારા તે ભારત, પાકિસ્તાન અને અમેરિકાની સેક્સ્યુઅલ, મેન્ટર અને ફિઝિકલ એબ્યુઝનો ભોગ બનેલી મહિલાઓને આસરો આપી તેમને રિહેબ કરાવે છે.