Solo trip કરવા માંગો છો, પશ્ચિમ બંગાળના હિલ સ્ટેશન પર થશે સુરક્ષિત સફર

ભારતમાં અનેક એવી જગ્યાઓ છે, જ્યાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે જઈને મોજ-મસ્તી કરી શકાય છે. તો કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં શાંતિથી, એકલામાં બેસીને કેટલીક પળ વિતાવાથી દુનિયાનું બધુ જ સુખ મળી જાય છે. જો તમે પણ સોલો ટ્રાવેલર કે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છો, અથવા તો નવી નવી જગ્યાઓને એક્સપ્લોર કરવા માંગો છો, તો દાર્જિલિંગ જવાનો પ્લાન બનાવો. જે માત્ર ફરવા માટે જ નહિ, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ બહુ જ સારી ગણી શકાય. આવી જગ્યાઓમાં તમે દાર્જિલિંગની ગણતરી કરી શકો છો. તો આ દિવાળીએ સોલો ટ્રિપની ઈચ્છા હોય તો નીકળી પડો દાર્જિલિંગમાં...
 

1/6
image

ટાઈગર હિલ્સ પર ઉગતા સૂર્યની સાથે સુંદર નજારાઓ જોયા વગર તમારી દાર્જિલિંગ મુસાફરી અધૂરી કહેવાશે. સૂર્યના કિરણો જ્યારે બરફથી ઢંકાયેલ કંચનજંઘાની ટોચ પર પડે છે, તો અદભૂત દ્રષ્ય સર્જાય છે.

2/6
image

આખી દુનિયામાં દાર્જિલિંગ ચાના બગીચા માટે સૌથી વધુ ફેમસ છે. તેથી આ જગ્યાને તો જોવું ખાસ બને છે. દુઆરની આસપાસ ફેલાયેલ ચાની ખુશ્બુ અને ચારેતરફ હરિયાળી... ફોટોઝ અને ફિલ્મોની દુનિયાથી બહાર નીકળીને આ જગ્યા રિયલમાં હોવાનો અહેસાસ કરાવે છે. જે બહુ જ યાદગાર બની રહે છે. 

3/6
image

દાર્જિલિંગમાં અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. કલિમ્પોંગમાં Zang Dhok Palri Phodang સુંદર મોનેસ્ટ્રી છે. જેમાં 1959માં તિબ્બતમાંથી ભારતમાં લાવવામાં આવેલ સુંદર અને દુર્લભ ધર્મગ્રંથોને જોઈ શકાય છે. અહીં આવીને તમે મેડિટેશન કરી શકો છો. ભારતના 6 જેટલા શાંતિ સ્તૂપોમાંનું એક દાર્જિંલિંગમાં છે. પીસ પેગોડા. જેની સ્થાપ્ના મહાત્મા ગાંધીના મિત્ર ફુજી ગુરુએ કરી હતી. મંદિર 1992માં સામાન્ય લોકો માટે તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જ્યાં આવીને કંચનજંઘાની સાથે સમગ્ર દાર્જિલિંગને નિહાળી શકો છો. 

4/6
image

એડવેન્ચરસ એક્ટિવિટી માટે દાર્જિલિંગ બેસ્ટ ઓપ્શન છે. રિવર રાફ્ટિંગના અનોકા એક્સપિરીયન્સ માટે દાર્જિલિંગ એકવાર જરૂર આવવું. ટ્રેન્ડ રાફ્ટર્સની સાથે સાથે તમે એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો. ટ્રેકિંગના શોખીનો માટે આ જગ્યા પરફેક્ટ છે. પશ્ચિમ બંગાળના આ સૌથી ઊંચા પોઈન્ટથી તમે માઉન્ટ એવરેસ્ટ અને કંજનજંઘાને સરળતાથી જોઈ શકો છો. 

5/6
image

ચાના બગીચા ઉપરાંત દાર્જિલિંગ હિમાલયન રેલવે માટે પણ ફેમસ છે. જેને 1919માં યુનેસ્કો તરફથી વિશ્વ ધરોધર સ્થળ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ટ્રેનની સફર બહુ જ રોમાંચક હોય છે. આ ઉપરાંત હિમાલયન માઉન્ટેનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પણ તમે જઈ શકો છો. જે જવાહર પર્વત પર બનેલી છે. જ્યાં માઉન્ટેનિયરિંગથી લઈને એડવેન્ચરના અનેક કોર્સ અવેલેબલ છે. જેનો સમય 15 દિવસોથી લઈને 1 મહિના સુધીનો હોય છે. 

6/6
image

દાર્જિલિંગ જવા માટે બાગડોગરા સૌથી નજીકનું એરપોર્ટ છે, જ્યાંથી દાર્જિલિંગ 90 કિલોમીટર દૂર છે. રેલવેથી જવું હોય તો ન્યૂ જલપાઈગુડી નજીકનું રેલવે સ્ટેશન છે. જ્યાં જવા માટે લગભગ ભારતના દરેક મોટા શહેરોમાંથી ટ્રેન અવેલેબલ છે. અહીં અવેલેબલ બસ અને ટેક્સીથી દાર્જિલિંગ પહોંચી શકાય છે. તો બાય રોડ જવા માંગતા હોવ તો દાર્જિલિંગ, સિલીગુડીથી રોડ કનેક્ટેડ છે. જ્યાં ટેક્સી કે કાર દ્વારા પહોંચી શકાય છે.