સાથે જીવ્યા, સાથે રમ્યા અને સાથે થયું મૃત્યુ, જાણો રાજસ્થાનના બે ભાઈઓની અનોખી કહાની

Jodhpur News: યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મોં કા સંગમ હૈ... ફિલ્મ કરણ-અર્જુનનું આ ગીત સાંભળતા જ બે ભાઈઓનો પ્રેમ યાદ આવી જાય છે. રામ-લક્ષ્મણ, કાન્હા-બલરામ જેવા ભગવાનોના ભાઈની પ્રેમ કહાની તો તમે સાંભળી હશે પરંતુ આજના કલયુગમાં જો તમે આવા કોઈ ભાઈની જોડી વિશે વાંચશો તો વિશ્વાસ થશે નહીં. આ ભાઈ ન માત્ર સાથે જીવન જીવ્યા પરંતુ અંતિમ શ્વાસ પણ માત્ર 3-4 મિનિટના અંતરે લીધા. હાલ સોશિયલ મીડિયા પર આ બંને ભાઈનો પ્રેમ ચર્ચાનો વિષય બની ગયો છે. 

બંને ભાઈઓએ એક સાથે દુનિયા છોડી

1/5
image

ભાઈઓના પ્રેમની આ અનોખી કહાની રાજસ્થાનના સિરોહીની છે. અહીં ફેબ્રુઆરી 2022માં આ થયું હતું, જેને લોકો હજુ ભૂલી શક્યા નથી. અહીં બે ભાઈઓ વચ્ચે એટલો પ્રેમ હતો કે, બંનેએ બાળપણ, જવાની એક સાથે પસાર કરી. ત્યારબાદ જ્યારે મોતનો સમય આવ્યો તો બંનેએ એક સાથે દુનિયાને અલવિદા કહ્યું. બંનેના મોત વચ્ચે માત્ર 3-4 મિનિટનું અંતર રહ્યું. આ સાંભળીને ગામલોકો પણ ચોકી ગયા હતા. 

બંને ભાઈઓના પ્રેમનો ગામ લોકો કરતા હતા વખાણ

2/5
image

જાણકારી પ્રમાણે સિરોહી જિલ્લાના રેવદરના નાગાણી ગામ સાથે આ અનોખો મામલો જોડાયેલો છે. અહીં રાવતારામ અને હીરારામ દેવાસી નામથી બે ભાઈઓનો પ્રેમ ખુબ જાણીતો હતો. આસપાસના ગામડાઓમાં તેમની એકતાના ઉદાહરણ આપવામાં આવતા હતા. ત્યાં સુધી કે લોકો તેમના પ્રેમના સમ પણ ખાતા હતા. ગામમાં બંને ભાઈઓનું ખુબ નામ હતું.

સાથે થયા લગ્ન, મોત પણ સાથે આવ્યું

3/5
image

જાણવા મળી રહ્યું છે કે બંને ભાઈઓનું બાળપણ એક સાથે પસાર થયું. બંને દિવસભર સાથે રહેતા હતા. બંનેનો અભ્યાસ પણ એક સાથે થયો અને લગ્ન પણ એક સાથે થયા હતા. ગામમાં કોઈ સમસ્યા આવે તો તેના ઉકેલ માટે બંનેને બોલાવવામાં આવતા હતા. રાવતારામની ઉંમર આશરે 75 વર્ષ હતી તો હીરારામ તેમનાથી 1-2 વર્ષ નાના હતા. 

મોટા ભાઈના નિધનની 3 મિનિટ બાદ નાના ભાઈએ લીધા અંતિમ શ્વાસ

4/5
image

પરિવારજનો અનુસાર જે દિવસે બંનેની જિંદગી ખતમ થઈ, બંને ભાઈ રાવતારામ અને હીરારામ આસપાસ હતા. મોટા ભાઈ રાવતારામને મોતનો અનુભવ થઈ ગયો હતો. તેમણે નાના ભાઈને કહ્યું કે હું જઈ રહ્યો છું. આ દુનિયામાં મારૂ કામ પૂર્ણ થયું. થોડા સેકેન્ડો બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ નાના ભાઈ હીરારામે કહ્યુ કે ભાઈ ચાલો હું પણ આવું છું. આટલું કહેતા 3-4 મિનિટ બાદ તેમનો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો. 

ચારેતરફ બંનેના મોતની ચર્ચા

5/5
image

જિંદગીભર એકબીજાનો સાથ નિભાવનાર બંને ભાઈઓએ માત્ર 3-4 મિનિટના અંતરે દુનિયાને એક સાથે અલવિદા કહી દીધુ. આ સમાચાર મળતા ગામના લોકો વિચારમાં પડી ગયા. બંનેના મૃત્યુના સમાચાર ચારેતરફ ફેલાવા લાગ્યા. બંનેના અંતિમ સંસ્કાર પણ એક સાથે એક જગ્યાએ કરવામાં આવ્યા હતા. બંને ભાઈઓના એક સાથે નિધનથી ગામમાં દુખનો માહોલ બની ગયો હતો.