ઓટોમેટિક કાર તૈયાર કરવાની દિશામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ભરી હરણફાળ, એમેઝોન વેબ સર્વિસની કાર દોડાવી

અતુલ તિવારી/અમદાવાદ: ઓટોમેટિક કાર તૈયાર કરવાની દિશામાં ગુજરાતના એન્જિનિરીંગના વિદ્યાર્થીઓ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલી સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓએ ટ્રેક પર એમેઝોન વેબ સર્વિસની ઓટોમેટિક કાર દોડાવી હતી. 

1/7
image

ઓટોમેટીક કાર રેસિંગ તાલિમ અને કોમ્પિટિશનનું સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આયોજન કરાયું હતું. જેમાં રાજ્યની વિવિધ એન્જિનિયરિંગ કોલેજની 120 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

2/7
image

સામાન્ય રીતે આ પ્રકારની કાર સરળતાથી ઉપલબ્ધ થતી નથી. પરંતુ સિલ્વર ઓક  યુનિવર્સિટી ખાતે સ્થાપિત કરવામાં આવેલ એમેઝોન એકેડમીના સહયોગથી પહેલીવાર આ પ્રકારની કાર લાવવામાં આવી હતી. 

3/7
image

વિશ્વના અલગ અલગ દેશોમાં ઓટોમેટીક કારના પ્રોડક્શન ક્ષેત્રે કામ થઈ રહ્યુ છે, ત્યારે ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તે હેતુથી 'એમેઝોન વેબ સર્વિસ ડીપ રેસર લીગનું' આયોજન કરાયું હતું.

4/7
image

મહત્વનું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અલ્ગોરિધમનો ઉપયોગ કરીને એક મોડલ સેટ કરાયું હતું. 

5/7
image

6/7
image

7/7
image