PHOTOS: પતિ-પત્નીએ લગ્ન સમયે એકબીજાને આપેલું વચન નિભાવ્યું, એક જ ચિતા પર થયા અંતિમ સંસ્કાર

PHOTOS: હજુ તો 8 મહિના પહેલા જ રાહુલ અને તપસ્યાના લગ્ન થયા હતા. પતિ પત્નીને ભણાવી ગણાવીને કંઈક બનાવવા માંગતો હતો. પણ સિધી બસ અકસ્માતમાં બંને અકાળે જ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. હચમચાવી નાખે તેવી તસવીરો. 

સિધી: સિધી બસ અકસ્માતે મધ્ય પ્રદેશ સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. મંગળવારે નહેરમાં બસ ખાબકતા 51 જિંદગી કસમયે કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ. આ અકસ્માતના કારણે રાહુલ અને તપસ્યાએ પણ દુનિયાને અલવિદા કહી દીધી. બંનેના લગ્ન 8 મહિના પહેલા જ થયા હતા. 8 જૂન 2020ના રોજ સાત ફેરા લેતી વખતે એકસાથે જીવવા અને મરવાના સમ ખાધા હતા. આ કપલ એક સાથે વધુ સમય તો ન જીવી શક્યું પરંતુ એક સાથે આ દુનિયામાંથી વિદાય થઈને જીવવા મરવાના સમ પૂરા કર્યા. લગ્ન સમયે બંનેએ એક બીજા સાથે ખુશી ખુશી જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા. 

એક જ ચિતા પર અપાઈ મુખાગ્નિ

1/6
image

બુધવારે જ્યારે એક જ ઘરમાંથી બંનેની અર્થી સાથે નીકળી તો બધાની આંખો ભીની થઈ ગઈ. એક જ ચિતા પર બંનેને મુખાગ્નિ અપાઈ.   

પત્નીને કઈંક બનાવવા માંગતો હતો અજય

2/6
image

કુશમી તહસીલના ગેવટા પંચાયતના દેવરી નિવાસી અજય પનિકા (રાહુલ) અને તેની પત્ની તપસ્યા સિધીમાં એક રૂમ  લઈને રહેતા હતા. રાહુલ પત્નીના અભ્યાસ અંગે ખુબ ગંભીર હતો અને પત્નીને ભણાવી ગણાવીને કઈક બનાવવા માંગતો હતો. બંને સિધીમાં રહીને કમલા કોલેજમાં અભ્યાસ કરતા હતા. તપસ્યા બીએડનો કોર્સ પણ કરતી હતી અને પતિ સાથે એએનએમની પરીક્ષા આપવા માટે સતના જઈ રહી હતી. ત્યારે જ બસ નહેરમાં ખાબકી અને બંને અકસ્માતનો ભોગ બન્યા. 

આખુ ગામ શોકમાં ડૂબ્યું

3/6
image

બસ અકસ્માતની જાણ થતા જ પરિજનો રડતા કકળતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપસ્યા પનિકાનો મૃતદેહ 3 વાગે મળી ગયો હતો. જ્યારે અજયનો મૃતદેહ 5 વાગે મળ્યો. ત્યારબાદ બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ  થયું અને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા. જ્યારે બંનેના મૃતદેહ દેવરી ગામ પહોંચ્યા તો આખું ગામ શોકમાં ડૂબી ગયું. એક જ ઘરમાંથી બે અર્થી ઉઠી તો બધાની આંખો ચોધાર આંસુએ રડી પડી. 

અંતિમવાર પુત્રને ન જોઈ શક્યા પિતા

4/6
image

બુધવારે જ્યારે બંનેને અંતિમ વિદાય અપાઈ તો રાહુલના પિતા અંતિમ સંસ્કારમાં  સામેલ થઈ શક્યા નહીં. કારણ કે ગુજરાતમાં રહે છે અને સિધી પહોંચવામાં 3 દિવસનો સમય જાય છે. આથી ત્યા સુધી મૃતદેહ રાખી મુકવો યોગ્ય ગણાય નહી. આ જ કારણે બુધવારે સવારે જ અંતિમ સંસ્કાર કરી દેવાયા અને પિતા છેલ્લીવાર પુત્રને જોઈ શક્યા પણ નહીં. 

છોકરીના પિતાનું છલકાયું દર્દ

5/6
image

સિધી બસ અકસ્માતમાં જીવ ગુમાવનારી તપસ્યાના પિતાનું સપનું અધૂરું રહી ગયું. તેમણે જણાવ્યું કે 7 મહિના પહેલા પુત્રીના લગ્ન કર્યા હતા. અમે છોકરીને ભણાવી ગણાવીને  કઈક બનાવવા માંગતા હતા. પરંતુ હવે તે સપનું તૂટી ગયું. અમારા બધા અરમાન અધૂરા રહી ગયા. 

સીધી બસ અકસ્માતમાં અત્યાર સુધી 51 લોકોના મોત

6/6
image

મંગળવારે મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં મુસાફરો ભરેલી બસ બાણસાગર નહેરમાં ખાબકી જતા અત્યાર સુધીમાં 51 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 7 લોકો બચી શક્યા. બસમાં કુલ 60 લોકો સવાર હતા. બસ સિધીથી સતના જઈ રહી હતી. બસમાં અનેક વિદ્યાર્થીઓ સવાર હતા જે આરઆરબી એનટીપીસીની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. મુખ્ય હાઈવે પર જામ હોવાના કારણે પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને પહોંચવામાં મોડું ન થાય તે માટે ડ્રાઈવરે બીજા રસ્તે બસ વાળી હતી. આ દરમિયાન બસ નહેરમાં ખાબકી.