Holi Special: પહેલાં ચઢ્યો પ્રેમનો રંગ, હવે લગ્ન બાદ Bollywood Couples સાથે રમશે પ્રથમ હોળી

Couples First Holi After Wedding: હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી પણ પ્રેમનો તહેવાર પણ છે. અને અનેક યુગલો પ્રેમના રંગમાં રંગાઈ ગયા છે. જેણે લગ્ન કરીને આ પ્રેમને સુંદર નામ આપ્યું. આલિયા-રણબીરથી લઈને સિદ્ધાર્થ-કિયારા આ વખતે લગ્ન પછીની પહેલી હોળી સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે.
 

આ વર્ષે કિયારા-સિદ્ધાર્થે કર્યાં લગ્ન

1/5
image

Kiara Advani Sidharth Malhotra: કિયારા અને સિદ્ધાર્થે 7 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા અને આ બંનેની પ્રથમ હોળી છે. આ વખતે કિયારા પોતાના સાસરિયામાં પ્રથમ હોળી મનાવશે. 

 

 

રણબીર-આલિયા પુત્રી રાહાની સાથે કરશે ઉજવણી

2/5
image

Alia Bhatta Ranbir Kapoor: કપૂર પરિવારની હોળી તો હિન્દી સિનામાની જાણીતી હોળી રહી છે પરંતુ ઘણા વર્ષોથી આ સિલસિલો બંધ છે. પરંતુ લગ્ન બાદ આલિયા અને રણબીર પોતાની પ્રથમ હોળીને યાદગાર બનાવશે. એટલું જ નહીં તેમની પુત્રી રાહાની પણ પ્રથમ હોળી છે.

 

 

અલી અને ઋચાની પણ લગ્ન બાદ પ્રથમ હોળી

3/5
image

Ali Fazal Richa Chaddha: ઓક્ટોબર 2022માં લગ્ન કર્યા બાદ અલી ફઝલ અને ઋચા ચડ્ઢા પણ પ્રથમ હોળી ઉજવવા માટે તૈયાર છે. આમ તો બંનેએ સાથે હોળીના તહેવારની ઉજવણી કરી હશે. પરંતુ આ વખતે લગ્ન બાદ બંને પ્રથમ વખત કલર રમશે. 

 

 

   

આથિયા-રાહુલની પ્રથમ હોળી

4/5
image

KL Rahul Athiya Shetty: આથિયા શેટ્ટીએ પણ તાજેતરમાં જ લગ્ન કર્યા છે અને હવે તે તેના પતિ એલ રાહુલ કે ઇશ્કના રંગમાં રંગાઈ જવા માટે તૈયાર છે. આ કપલ લગ્ન પછી પહેલી હોળી પણ સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે.

 

હંસિકા મોટવાણીની પણ સાસરિયામાં પ્રથમ હોળી

5/5
image

Hansika Motwani Sohail Kayhuria: અભિનેત્રી હંસિકા મોટવાણીએ હાલમાં સોહેલ કથૂરિયા સાથે લગ્ન કર્યાં છે. આ કપલની પણ લગ્ન બાદ પ્રથમ હોળી છે, જે હંસિકા અને સોહેલ સાથે ઉજવશે. સાસરિયામાં હંસિકા પોતાની પહેલી હોળીને યાદગાર બનાવવા ઈચ્છશે.