Money Vastu Tips: ઘરમાં મની પ્લાંટ હોય તો દર શુક્રવારે તેમાં નાખો આ વસ્તુ, માતા લક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર
Money Vastu Tips: મની પ્લાન્ટને ધન આકર્ષિત કરનાર છોડ માનવામાં આવે છે. તેથી મોટાભાગના લોકો ઘરમાં મની પ્લાન્ટ રાખે છે. જો ઘરમાં મની પ્લાન્ટ હોય તો શુક્રવારે કેટલા ખાસ ઉપાય કરી લેવા જોઈએ તેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
ધનપ્રાપ્તિ
ધનપ્રાપ્તિની દ્રષ્ટિએ શુક્રવારનો દિવસ ખાસ હોય છે આ દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે સાથે જ ધન વિલાસતા અને સુખ આપનાર શુક્ર ગ્રહને પણ મજબૂત કરનાર દિવસ છે.
શુક્રવાર
શુક્રવારે માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ. તેમને સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.
કાચું દૂધ
શુક્રવારના દિવસે ઘરમાં જો મની પ્લાન્ટ હોય તો તેમાં કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. તાંબાના કળશમાં પાણી ભરી તેમાં થોડું કાચું દૂધ ઉમેરી શુક્રવારે મની પ્લાન્ટમાં ચડાવી દેવું.
રક્ષા સૂત્ર
સાથે જ શુક્રવારે મની પ્લાન્ટના મૂળમાં લાલ રંગનો દોરો એટલે કે રક્ષા સૂત્ર બાંધવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને ખુશહાલી આવે છે.
દક્ષિણ પૂર્વ દિશા
મની પ્લાન્ટ ઘરમાં હોય તો એક વાતનું ધ્યાન રાખવું કે તેને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. જો ઘરમાં મની પ્લાન્ટ રાખ્યો હોય તો તેને સફેદ કે લીલા રંગની કાચની બોટલમાં રાખવું સર્વશ્રેષ્ઠ ગણાય છે. સાથે જ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની વેલ ઉપરની તરફ વધતી હોય.
Trending Photos