Shukra Gochar July 2024 : જુલાઈમાં શુક્રનું ડબલ ગોચર, આ 5 જાતકોને થશે ખુબ કમાણી, રાજા સમાન જીવન જીવશે

Shukra Gochar 2024 : શુક્ર ગ્રહ જુલાઈમાં બે વખત રાશિ પરિવર્તન કરશે. શુક્રનું પ્રથમ ગોચર 7 જુલાઈએ થશે અને તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાગ શુક્રનું આગામી ગોચર મહિનાના અંતે 31 જુલાઈએ સિંહ રાશિમાં થશે. શુક્રને ધન સંપત્તિના દાતા અને સૌંદર્ય પ્રદાતા ગ્રહ માનવામાં આવે છે. શુક્ર શુભ સ્થિતિમાં હોવા પર ધન સંપત્તિ વધે છે અને લગ્ન જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. જુલાઈમાં શુક્ર જ્યારે ચંદ્રમાની રાશિ કર્કમાં જશે તો લોકોની સુખ સુવિધા અને મોજશોખમાં વધારો થશે. પછી શુક્ર સિંહ રાશિમાં ગોચર કરી કર્ક અને તુલા સહિત પાંચ જાતકોને જોરદાર લાભ અપાવશે.

શુક્ર ગોચરનો મેષ રાશિ પર પ્રભાવ

1/6
image

શુક્રનું ડબલ ગોચર મેષ રાશિના જાતકો માટે સૌથી ફળદાયી સાબિત થશે. તમને કારોબારમાં સફળતા મળશે અને આવક વધશે. તમારા માટે કરિયરમાં નવી તકનો સંયોગ બની રહ્યો છે. વેપારમાં આગળ વધવા માટે આ સમયે તેમાં રોકાણ કરવું તમારા માટે ફાયદામાં રહેશે. તમે કોઈ નવી પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. પરિવારમાં ખુશીઓ રહેશે અને લગ્ન જીવનમાં ખુશીઓની પ્રાપ્તિ થશે. ઉપાયના રૂપમાં તમારે દર શુક્રવારે સફેદ મિઠાઈથી માતા લક્ષ્મીને ભોગ લગાવો.

શુક્ર ગોચરનો કર્ક રાશિ પર પ્રભાવ

2/6
image

કર્ક રાશિના લોકો માટે શુક્રનું ગોચર તમારા જીવન સ્તરમાં સુધાર લાવવાનું છે. શુક્રના શુભ પ્રભાવથી તમારા જીવનમાં ધનનું આગમન થશે અને તમારી સુખ સુવિધામાં વધારો થશે. કારોબારમાં તમારી આવક વધશે અને ધંધો સારો ચાલશે. તમારા માટે આકસ્મિક ધનલાભનો યોગ પણ બની રહ્યો છે અને તમને કરિયરમાં આગળ વધવાની તક મળશે. તમારી આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવનમાં સુધાર થશે અને તમે પ્રગતિ માટે સકારાત્મક પ્રયાસ કરશો. ઉપાયના રૂપમાં દર શુક્રવારે ગૌમાતાની સેવા કરો અને લીલું ઘાસ ખવળાવો.  

શુક્ર ગોચરનો તુલા રાશિ પર પ્રભાવ

3/6
image

શુક્રનું ગોચર તુલા રાશિનો લોકો માટે અત્યંત શુભફળયાદી માનવામાં આવી રહ્યું છે. તમને કારોબારમાં જોરદાર સફળતા મળવાનો યોગ છે. બેરોજગાર લોકોના હાથમાં અચાનક સફળતા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. તમે પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિના પથ પર આગળ વધશો. તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે અને ઓફિસમાં તમને સન્માન પ્રાપ્ત થશે. ઉપાયના રૂપમાં તમે જરૂરીયાત મંદ લોકોને શુક્રવારે ફળનું દાન કરો.  

શુક્ર ગોચરનો વૃશ્ચિક રાશિ પર પ્રભાવ

4/6
image

શુક્રનું ગોચર તમારી રાશિના ભાગ્ય ભાવમાં અને તમારા માટે સફળતાના દ્વાર ખોલશે. તમારી આવકમાં વધારો થશે અને અચાનક તમારા ધનમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન તમારી અંદર રચનાત્મકતા વધશે અને સાથે આત્મવિશ્વાસ તથા સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા ભાગ્ય ભાવમાં શુક્રના ગોચરથી તમારા લગ્ન જીવનમાં સુખ વધશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. તમે ભાગ્યશાળી સાબિત થશો અને નવી નોકરી મેળવવામાં સફળ થશો. ઉપાયના રૂપમાં તમે દર શુક્રવારે પાણીમાં અત્તર નાખી સ્નાન કરો.

શુક્ર ગોચરનો મકર રાશિ પર પ્રભાવ

5/6
image

શુક્રના ડબલ ગોચરનો મકર રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે. આ દરમિયાન તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારો કામધંધો સારો ચાલશે. નોકરીમાં તમારા માટે પગાર વધારો અને પ્રમોશનનો યોગ બની રહ્યો છે. આ દરમિયાન તમારૂ મન ધાર્મિક કાર્યોમાં લાગશે અને ઘરમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે. તમે સોના અને ચાંદીના આભૂષણની ખરીદી કરશો. અટવાયેલા નાણા પરત મળશે અને કારોબારમાં શાનદાર પ્રગતિ થશે. ઉપાયના રૂપમાં શુક્રવારે ગરીબોને વસ્ત્રનું દાન કરો.

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.