દિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભ

Guru Shukra Samsaptak Yog: શુક્રના વૃશ્ચિક રાશિમાં જવાથી ગુરૂની સાથે સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનો કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.

શુક્ર-ગુરૂનો સંયોગ

1/6
image

ધન, વૈભવ, આકર્ષણ, પ્રેમ તથા સુંદરતાના કારક શુક્ર એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. શુક્રના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકો પર પડે છે. મહત્વનું છે કે દશેરા બાદ એટલે કે 13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેસ કરશે. શુક્રના વૃશ્ચિક રાશિમાં જવાથી તે ગુરૂ સાથે મળી સમસપ્તક યોગનું નિર્માણ કરશે. તેવામાં કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થવાની સાથે ધન-ધાન્યમાં વધારો થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. આવો જાણીએ શુક્રના વૃશ્ચિક રાશિમાં જવાથી બનેલો સમસપ્તક યોગ કયાં જાતકો માટે લાભકારી છે.

2/6
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ બે ગ્રહ એકબીજાથી સાતમાં સ્થાન પર હોય છે, ત્યારે તે ગ્રહો વચ્ચે સમસપ્તક યોગ બને છે. તેવામાં ગુરૂ અને શુક્ર એકબીજાથી સાતમાં સ્થાનમાં બિરાજમાન છે. મહત્વનું છે કે શુક્ર 13 ઓક્ટોબરે સવારે 5 કલાક 49 મિનિટ પર શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. તો ગુરૂ વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે.

વૃષભ રાશિ

3/6
image

આ રાશિના જાતકો માટે સમસપ્તક યોગ ખુબ લાભદાયક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. ગુરૂની સાથે-સાથે શુક્ર ગ્રહનો શુભ પ્રભાવ આ જાતકોના જીવન પર પડવાનો છે. પરિવારની સાથે સમય પસાર થશે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. કાર્યસ્થળમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. આ સાથે તમને પ્રમોશન, ઈન્સેટિવ મળી શકે છે. જીવનમાં ઘણા પ્રકારની ખુશીઓનું આગમન થઈ શકે છે. નવો વેપાર શરૂ કરવા ઈચ્છો છો તો આ સમયમાં કરવો લાભકારી છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. આ સાથે વાહન, સંપત્તિ વગેરેનું સપનું પૂરુ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે.   

સિંહ રાશિ

4/6
image

આ રાશિના જાતકો માટે સમસપ્તક રાજયોગ ખુશીઓ લઈને આવશે. સુખ-સમૃદ્ધિની સાથે જીવનમાં ઘણા પ્રકારની ખુશીઓનું આગમન થઈ શકે છે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, જેનાથી તમે સારી કમાણી કરી શકો છો. સરકારી કામોમાં પણ સફળતા મળી શકે છે. તેવામાં તમને કોઈ મોટો પ્રોજેક્ટ, ટેન્ડર વગેરે મળી શકે છે. વિદેશમાં નોકરી કે યાત્રા કરવાની તક મળી શકે છે. વાહન ખરીદી શકો છો. દિવાળી પર તમને લાભની તક મળશે.

મકર રાશિ

5/6
image

મકર રાશિના જાતકો માટે આ યોગ ફળયાદી રહેશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ યોગ સારો સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને સફળતા મળી શકે છે. સાથે કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. સંતાન તરફથી તમે ચિંતા મુક્ત થઈ શકો છો. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. નવી નોકરી માટે અરજી કરવી હોય તો આ સમય સારો છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. 

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.