Shukra Budh Gochar 2024: આવતીકાલે બે મોટા ગ્રહોનું મહાગોચર, આ 4 રાશિઓના જીંદગી બની જશે જન્નત, ફાયદો જ ફાયદો
Venus Mercury Transit 2024: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક એક ગ્રહ નિશ્વિત કાળ બાદ પોતાની ચાલ પરિવર્તન કરે છે. ગ્રહોનું એક રાશિમાંથી બીજી રાશિમાસં ગોચરથી તમામ 12 રાશિઓ પર અસર પડે છે. માર્ચના પહેલાં 10 દિવસ જ્યોતિષ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. 7 માર્ચના રોજ બે મોટા ગ્રહ ગોચર કરશે. તેની અસર 12 રાશિઓ પર તો પડશે પરંતુ શુભ પ્રભાવ ફક્ત 4 રાશિઓ પર જોવા મળશે.
7 માર્ચના રોજ બે ગ્રહોનું મહાગોચર
જ્યોતિષ ગણતરી અનુસાર 7 માર્ચના રોજ ધન-વૈભવના કારક ગ્રહ શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તો બીજી અરફ ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહોના ગોચરથી 4 રાશિઓને જોરદાર ફાયદો થશે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
સિંહ
7 માર્ચથી સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. પરિણીત લોકોના જીવનમાં મધુરતા આવશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. પડકારો આવશે પરંતુ તમે શાંતિ અને નમ્રતા સાથે ઉકેલ શોધી શકશો. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક
07 માર્ચે બુધ અને શુક્રના ગોચરથી વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ સમયે વાદ-વિવાદ અને કોર્ટ કેસ ટાળો. આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેશે જેના કારણે નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. નોકરીયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે.
મીન
મીન રાશિના લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. નોકરી અને વ્યવસાય કરતા લોકોને ફાયદો થશે. રોકાણ માટે આ સારો સમય છે, તમને વધુ સારા પરિણામો મળશે. વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે. તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાનો મોકો મળશે. પારિવારિક સંબંધો પણ મજબૂત બનશે.
કર્ક
કર્ક રાશિ માટે આ ગ્રહ ગોચર શુભ માનવામાં આવે છે. લાંબા સમયથી કામમાં આવી રહેલા અવરોધો દૂર થશે અને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ટ્રાન્સફર પણ થઈ શકે છે. આર્થિક લાભ થવાની સંભાવના પણ રહેશે જેના કારણે નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos