Photos : ફિલ્મ ‘83’માં રણવીર આબેહૂબ કપિલ દેવનો ડુપ્લીકેટ લાગે છે, જોઈ લો એક ઝલક

બોલિવુડમાં પોતાના જોશીલા અંદાજ માટે ચર્ચિત એક્ટર રણવીર સિંહ હાલ પોતાની આગામી ફિલ્મ 83ને લઈને બહુ જ વ્યસ્ત છે. રણવીર સિંહો પોતાની આ ફિલ્મ 83નું ઈંગ્લેન્ડનું શુટિંગ શિડ્યુલ પૂરુ કર્યું છે. રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે પોતાના ફેન્સને ચિયર અપ કરતો નજરે આવી રહ્યો છે. કેપ્શનમાં રણવીરે લખ્યું કે, અહીંનુ શિડ્યુલ પૂરુ થયું. ચિયર્સ ફ્રેન્ડસ, ફિલ્મ 83. રણવીરે મે મહિનામાં ફિલ્મના બાકી સદસ્યો સાથે ઈંગ્લેન્ડ ગયા હતા. આ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.

નવી દિલ્હી :બોલિવુડમાં પોતાના જોશીલા અંદાજ માટે ચર્ચિત એક્ટર રણવીર સિંહ હાલ પોતાની આગામી ફિલ્મ 83ને લઈને બહુ જ વ્યસ્ત છે. રણવીર સિંહો પોતાની આ ફિલ્મ 83નું ઈંગ્લેન્ડનું શુટિંગ શિડ્યુલ પૂરુ કર્યું છે. રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે પોતાના ફેન્સને ચિયર અપ કરતો નજરે આવી રહ્યો છે. કેપ્શનમાં રણવીરે લખ્યું કે, અહીંનુ શિડ્યુલ પૂરુ થયું. ચિયર્સ ફ્રેન્ડસ, ફિલ્મ 83. રણવીરે મે મહિનામાં ફિલ્મના બાકી સદસ્યો સાથે ઈંગ્લેન્ડ ગયા હતા. આ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.

1983 ક્રિકેટ વર્લ્ડકપ

1/5
image

ફિલ્મ 83ની સ્ટોરી 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભરતની ઐતિહાસિક જીત પર આધારિત છે. 

કપિલ દેવની ભૂમિકામાં રણવીર

2/5
image

રણવીર ફિલ્મમાં પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં છે.

કપિલ દેવની વાઈફની ભૂમિકામાં દીપિકા

3/5
image

આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની વાઈફ રોમી દેવની ભૂમિકા ભજવશે.

કબીર ખાન છે ડિરેક્ટર

4/5
image

આ ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન છે. તેઓ આ ફિલ્મ માટે બહુ જ એક્સાઈટેડ છે. તેથી જ હાલ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટર્સ સાથે પોતાની તસવીરો શેર કરતા નજરે આવે છે.

ફિલ્મમાં આ સ્ટાર્સ પણ હશે

5/5
image

ફિલ્મના અન્ય સ્ટાર્સ સાકિબ સલીમ, આદિનાથ કોઠારે, ચિરાગ પાટીલ, હાર્ડી સિઁધુ, એમી વિર્ક, જતીન સરના, પંકજ ત્રિપાઠી, તાહિર રાજ ભસીન, દિનકર શર્મા, જીવા, સાહિલ ખટ્ટર, ધૈર્ય કરવા, નિશાંત દહિયા અને આર.બદ્રી સામેલ છે. (ફોટો સાભાર - તમામ તસવીરો રણવીર સિંહના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાયેલી છે)