Photosમાં જુઓ પીએમ મોદી પર બની રહેલી ફિલ્મનું શુટિંગ કેવું ચાલી રહ્યું છે

 લોકસભાની ચૂંટણીની જેટલી આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તેવી જ આતુરતા લોકોને પીએમ મોદી પર બની રહેલી ફિલ્મ માટે છે. હાલ તેનું શુટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગાંધીનગર ખાતે ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનાં દિગ્દર્શક અને નિર્માતા દ્વારા ફિલ્મનાં દ્રશ્યોને કેમેરામાં કંડારવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી. ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનાં સેટ પર ઝી મીડિયાની ટીમ પહોંચી હતી અને હાલમાં ચાલી રહેલ શુટિંગ મામલે તેમના દિગ્દર્શક સાથે વાત પણ કરી હતી. 

અમિત રાજપૂત/અમદાવાદ : લોકસભાની ચૂંટણીની જેટલી આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તેવી જ આતુરતા લોકોને પીએમ મોદી પર બની રહેલી ફિલ્મ માટે છે. હાલ તેનું શુટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગાંધીનગર ખાતે ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનાં દિગ્દર્શક અને નિર્માતા દ્વારા ફિલ્મનાં દ્રશ્યોને કેમેરામાં કંડારવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી. ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનાં સેટ પર ઝી મીડિયાની ટીમ પહોંચી હતી અને હાલમાં ચાલી રહેલ શુટિંગ મામલે તેમના દિગ્દર્શક સાથે વાત પણ કરી હતી. 

1/2
image

ફિલ્મના ડિરેક્ટર ઉમંગ કુમારે ફિલ્મ વિશે કહ્યું કે, ફિલ્મનું શુટિંગ ગાંધીનગર સચિવાલયમાં પુરજોશમાં થઈ રહ્યું છે. સચિવાલયમાં આવેલા હેલીપેડ ખાતે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી આઈબીના ઈનપુટ બાદ પણ જીવનાં જોખમે હેલિકોપ્ટરથી જતા હોય છે. તેઓ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે કેટલી મહેનત રાત-દિવસ એક કરીને ગુજરાતનાં વિકાસ માટે પોતાની જાતને ઘસી નાંખી હતી, તેવા દર્શ્યો પણ ફિલ્મ વિશેષ કરીને શૂટ કરવામાં આવ્યા છે. આ દ્રશ્યને શૂટ કરવા માટે ફિલ્મનો આખો સ્ટાફ કામે લાગ્યો હતો. હેલીપેડ પર હેલિકોપ્ટર પણ મુકવામાં આવ્યું હતું. સાથે ફિલ્મ અભિનેતા મનોજ જોશી ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પાત્ર ભજવી રહ્યાં છે. 

2/2
image

ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીમાં બીજી મહત્વની વાત એ છે કે, વડનગરનાં નાનપણનાં નરેન્દ્ર મોદીથી લઈને તેમની આખી જીવનયાત્રાને એક સારી રીતે ફિલ્મમાં ઉતારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક નાનો બાળક ચા વેચતા વેચતા કઈ રીતે ગુજરાતનાં મુખ્યમંત્રી અને દેશનાં સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા તેનું આબેહુબ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મને બનાવવામાં જે મહેનત કરવામાં આવી રહી છે, તેનાથી એક વાત તો સાચી જ છે કે, આ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આવનારા દિવસો માં બોક્સ ઓફીસ પર તમામ જુના રેકોર્ડ તોડી નાખશે.