બોલીવુડની આ અભિનેત્રીઓએ કરાવી છે નાકની સર્જરી, બદલાઈ ગયો દેખાવ, Photos જોઈને ચોંકી જશો

Actresses who did nose surgery: ઘણી અભિનેત્રીઓએ તેમની  અને તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે કોસ્મેટિક સર્જરીનો આશરો લીધો છે.
 

નવી દિલ્હીઃ Actresses who did nose surgery: બોલીવુડની દુનિયામાં ફિલ્મી હસીનાઓ ખુદ એકદમ પરફેક્ટ અને ફિટ રહેવાના પ્રયાસમાં રહે છે. અભિનેત્રીઓ પોતાની સુંદરતા માટે દરેક હદ પાર કરે છે. પોતાના ચહેરાની સુંદરતામાં વધારો કરવા માટે અભિનેત્રીઓએ કોસ્મેટિક સર્જરીનો સહારો લીધો છે. આજે અમે તમને આવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેણે નાકની સર્જરી કરાવી છે. ત્યારબાદ તેના દેખાવમાં ચાર ચાંદ લાગી ગયા છે અને તેનો દેખાવ બદલાઈ ગયો છે. 

શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty)

1/5
image

બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી ખુદના લુકમાં બદલાવ કર્યો. ઇન્ડસ્ટ્રીમાં આવવા સમયે તે અલગ હતી. પહેલા સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટનો સહારો લીધો પછી બે વખત નાકની સર્જરી કરાવી અને હવે શિલ્પા ખુબ સંદર લાગે છે. તેણે પોતાના લુકમાં મોટો ફેરફાર કર્યો.   

અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari)

2/5
image

અદિતિ રાવ હૈદરી આજે જેટલી સુંદર દેખાય છે તેનું કારણ સર્જરી છે. તેણે પોતાના નાકની સર્જરી કરાવી છે. ઇન્ટરનેટ પર તેની પહેલાની તસવીરો ખુબ વાયરલ છે. 

જાન્હવી કપૂર (Janhvi Kapoor)

3/5
image

ફિલ્મ ધડકથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરનારી જાન્હવી કપૂર આજે બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. જાણવા મળ્યું છે કે જાન્હવીએ પોતાના નાકની કોસ્મેટિક સર્જરી કરાવી છે. પહેલા તેનું નાક મોટુ હતું પરંતુ બાદમાં બરાબર થઈ ગયું.

નરગિસ ફાખરી (Nargis Fakhri)

4/5
image

ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રોકસ્ટારથી પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી નરગિસ ફાખરીના હુસ્નની ચર્ચા ખુબ થાય છે. કહેવામાં આવે છે કે તેણે નાક બરાબર કરવા માટે હોઠની સર્જરી કરાવી છે. પહેલા અને હાલની તેની તસવીરોમાં તફાવત જોવા મળશે. 

શ્રુતિ હસન (Shruti Haasan)

5/5
image

બોલીવુડ ફિલ્મો સિવાય ટોલીવુડ, કોલીવુડ ફિલ્મોમાં ધૂમ મચાવનાર અભિનેત્રી ઋુતિ હસનનો લુક ખુબ બદલાયો છે. શ્રુતિએ તેના નાકની સર્જરી કરાવી છે. તેની પહેલાની તસવીરો અને હાલની તસવીરોમાં ફેરફાર જોવા મળે છે.