Share Market Update: શેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટ

મોદીએ રેલીમાં જે કંપનીઓનો ઉલ્લેખ કર્યો હતો એ તમામ કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં ફરી મોદી સરકાર બની રહી હોવાના દાવાઓથી શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. 

આ કંપનીને પણ બખ્ખાં

1/5
image

સરકારી કંપની REC લિમિટેડનો  (REC Limited) શેર સોમવારે સવારે રૂ. 585 પર ખૂલ્યો હતો. બપોરે આ કંપનીનો શેર 12 ટકાથી વધુ વધીને રૂ. 604 પર જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગમાં શેર રૂ. 605ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આજે શેરમાં 66 રૂપિયાથી વધુનો વધારો થયો છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 1.59 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

શેરે પણ 52 સપ્તાહનો રેકોર્ડ બનાવ્યો

2/5
image

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL Share) ના શેરે પણ 52 સપ્તાહનો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે આ શેર રૂ. 537 પર બંધ થયો હતો અને રૂ. 570 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન શેર રૂ. 594.70ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો. સ્ટોકમાં આજે 7 ટકાથી વધુનો વધારો થયો છે.

8 ટકાથી વધુનો વધારો

3/5
image

છેલ્લા કેટલાક દિવસોમાં NBCCના શેરમાં ઘટાડો થયો હતો પરંતુ આજે તેમાં 8 ટકાથી વધુનો વધારો થયો છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં કંપનીનો શેર 153 રૂપિયાના સ્તરે ખૂલ્યો હતો અને બાદમાં તે 155.90 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, શેરનું 52-સપ્તાહનું રેકોર્ડ સ્તર રૂ. 176.50 અને નીચું સ્તર રૂ. 38.10 છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 27,090 કરોડ રૂપિયા થઈ ગયું છે.

એસબીઆઈને બખ્ખાં થઈ ગયાં

4/5
image

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (SBI Share Price) એ પણ આજે જબરદસ્ત વૃદ્ધિ સાથે કારોબારની શરૂઆત કરી છે. શેર રૂ. 37ના વધારા સાથે રૂ. 867.95 પર ટ્રેડ કરવાનો શરૂ થઈ ગયો છે. થોડા સમય બાદ તે રૂ. 912ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. શેરની 52 સપ્તાહની નીચી સપાટી 543 રૂપિયા છે. બેંકનું માર્કેટ કેપ પણ 8.13 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

જબરદસ્ત તેજી

5/5
image

અન્ય સરકારી કંપની BEML લિમિટેડનો શેર આજના ઉછાળામાં રૂ.360 સુધી પહોંચી ગયો છે. આ શેર શુક્રવારે રૂ. 4391 પર બંધ થયો હતો અને સોમવારે રૂ. 4704 પર ખૂલ્યો હતો. શેર રૂ.4758ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનો શેર રૂ. 4,770ના 52 સપ્તાહની સૌથી ઉંચી સપાટીથી હવે થોડો જ દૂર છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ. 19,774 કરોડ થઈ ગયું છે.

(DISCLAIMER : ZEE24 kalak કોઈપણ પ્રકારના રોકાણની સલાહ આપતું નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા, નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.)