દેશનું એકમાત્ર શનિ મંદિર જ્યાં પત્નિ સાથે બિરાજમાન છે શનિદેવ, પરણેલાઓની ઈચ્છાઓ પૂરી થાય

માન્યતાઓ મુજબ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરનારા વ્યક્તિના દુ:ખોનો અંત થાય છે. એવું કહેવાય છે કે શનિદેવ કર્મો પ્રમાણે ફળ આપે છે. આવામાં શનિવાદના દિવસે સાચા મનથી શનિદેવની પૂજા કરવાનું એક અલગ મહત્વ હોય છે. 
 

1/7
image

માન્યતાઓ મુજબ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરનારા વ્યક્તિના દુ:ખોનો અંત થાય છે. એવું કહેવાય છે કે શનિદેવ કર્મો પ્રમાણે ફળ આપે છે. આવામાં શનિવાદના દિવસે સાચા મનથી શનિદેવની પૂજા કરવાનું એક અલગ મહત્વ હોય છે.   

છત્તીસગઢમાં શનિદેવનું મંદિર

2/7
image

દેશભરમાં શનિદેવના અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો છે. પરંતુ શનિદેવનું એક મંદિર એવું છે જે બાકી મંદિરોથી અલગ મનાય છે. છત્તીસગઢમાં શનિદેવનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં તેઓ તેમના પત્ની સાથે બિરાજમાન છે. 

ક્યાં છે મંદિર

3/7
image

શનિદેવનું આ મંદિર છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં છે. ભોરમદેવ માર્ગથી 15 કિમી દૂર એક ગામ છપરી છે. જ્યાંથી દૂર પર મડવા મહલ છે. અહીંના વાંકાચૂંકા પથ્થરિયાળ રસ્તાઓ પાર કરતા કરિયાઆમા ગામ આવે છે અને અહીં આ મંદિર આવેલું છે.   

એકમાત્ર મંદિર

4/7
image

મળતી માહિતી મુજબ આ શનિદેવનું એક માત્ર મંદિર છે જ્યાં શનિદેવ અને તેમના પત્નીની પ્રતિમાઓ સાથે બિરાજમાન છે. આ મંદિરમાં શનિદેવ પત્ની સ્વામિની સાથે પૂજાય છે. 

મંદિરનું મહત્વ

5/7
image

એવી માન્યતા છે કે પતિ અને પત્ની જો આ મંદિરમાં સાથે પૂજા કરે તો તેમના જીવનમાં કોઈ વિધ્ન આવતા નથી. આ મંદિરમાં જો દંપત્તિ શ્રદ્ધાપૂર્વક નતમસ્તક થાય અને સરસવનું તેલ ચડાવે તો તેમના જીવન ધન્ય અને લગ્નજીવન સરળતાથી ચાલે છે. 

સાડા સાતી દૂર

6/7
image

શનિદેવના આ મંદિરમાં જોઈ કોઈ વ્યક્તિ સરસવનું તેલ ચડાવીને પોતાનું માથું શનિદેવના ચરણોમાં ટેકે તો તેમના જીવનમાંથી સાડા સાતીની મહાદશા દૂર થાય છે. 

શનિવારના ઉપાય

7/7
image

મધ્ય પ્રદેશના પંડિત મુજબ શનિદેવને મદારનું ફૂલ ખુબ પ્રિય છે. આ સાથે જ શનિદેવનું પ્રિય ઝાડ શમી છે. જો તમે શનિવારે પૂજામાં આ બંને ચીજો શનિદેવને ચડાવો તો તમારા બગડેલા કામ પાર પડે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)