Shani Varki: વર્ષ 2025 માં 138 દિવસ વક્રી રહેશે શનિ, આ 5 રાશિઓ પર શનિ બેહાથે વરસાવશે ધન

Shani Varki:  જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 માં શનિ ગ્રહ 138 દિવસ સુધી વક્રી રહેશે. શનિ રવિવાર અને 13 જુલાઈ 2025 ના રોજ સવારે વક્રી થશે અને 28 નવેમ્બર 2025 અને શુક્રવાર સુધી વક્રી રહેશે. ત્યારબાદ શનિ માર્ગી થશે. શનિ દેવ વક્રી થશે તે સમય 5 રાશિઓ માટે વરદાન સમાન હશે. તો તમે પણ જોઈ લો આ 5 લકી રાશિમાં તમારી રાશિ છે કે નહીં.

વૃષભ રાશિ 

1/6
image

શનિદેવ વક્રી થઈને વૃષભ રાશિના લોકોને માનસિક શાંતિનો અનુભવ કરાવશે. આત્મવિશ્વાસ વધશે અને નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે વેપારમાં વૃદ્ધિ થશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. અચાનક ધન લાભ થઈ શકે છે. 

તુલા રાશિ 

2/6
image

તુલા રાશિ માટે પણ વક્રી શની શુભ છે. નોકરીમાં પ્રમોશનના યોગ બનશે. ધન લાભ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે. બેરોજગારોને સારા પગારે નોકરી મળી શકે છે. પરિવારના સભ્યો સાથે સંબંધ મધુર થશે. સ્ટ્રેસ ઓછો થશે 

ધન રાશિ

3/6
image

ધન રાશિના લોકો માટે પણ વક્રી શનિ લાભકારી છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણથી લાભ થશે. મન પ્રસન્ન રહેશે. લવ લાઇફમાં રોમાંચ વધશે. અચાનક ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ સુધરશે. ધાર્મિક યાત્રા થઈ શકે છે. 

મકર રાશિ 

4/6
image

મકર રાશિના લોકો માટે પણ શનિ સકારાત્મક અસર લાવશે. નવા વિચારો લાભકારી સિદ્ધ થશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. નવી નોકરી શોધતા લોકોને ખુશ ખબર મળશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. અચાનક ધન લાભ થવાથી અટકેલા કામ પૂરા થવા લાગશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

કુંભ રાશિ 

5/6
image

કુંભ રાશિના લોકો માટે પણ શનિ આર્થિક સ્થિતિ મજબૂત કરનાર સાબિત થશે. વેપાર સંબંધિત યાત્રા લાભદાય રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. રોમાન્ટિક જીવનમાં રોમાન્સ વધશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

6/6
image