Shani Dev: 4 રાશિઓ છે શનિ દેવને અતિ પ્રિય, આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે શનિદેવ

Shani Dev Favourite Zodiac Signs: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ચાલનાર અને વાપી ગ્રહ ગણાય છે. શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં પહોંચતા અઢી વર્ષનો સમય લાગે છે. તેના કારણે શનિ સંબંધિત પ્રભાવોની અસર પણ લાંબા સમય સુધી ચાલે છે. શનિદેવને કર્મ અનુસાર ફળ આપનાર ન્યાયાધીશ પણ કહેવાય છે. શનિની સાડાસાતી, મહાદશા દરમ્યાન પણ વ્યક્તિને અનેક કષ્ટમાંથી પસાર થવું પડે છે. 
 

શનિદેવને પ્રિય રાશિઓ

1/6
image

જોકે રાશિ ચક્રની કેટલીક રાશિ એવી છે જેમના પર શનિદેવની ક્રુરદષ્ટિ નહીં પરંતુ કૃપાદ્રષ્ટિ રહે છે. શનિની સાડાસાતી હોય તો પણ આ રાશિના લોકો પર તેનો પ્રભાવ ઓછો જોવા મળે છે. આ રાશિઓ શનિદેવને અતિપ્રિય હોય છે. તેથી આ રાશિના લોકોને પણ શનિ સંબંધિત સમસ્યાઓ નડતી નથી.  

કુંભ રાશિ 

2/6
image

આ રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. આ રાશિ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ છે. આ રાશિના લોકો પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. તેમના જીવનમાં ધનની ખામી સર્જાતિ નથી. 

તુલા રાશિ 

3/6
image

આ રાશિના લોકોને પણ શનિદેવ શુભ ફળ આપે છે. શનિની મહાદશા કે સાડાસાતીમાં પણ તુલા રાશિ ઉપર શનિનો પ્રકોપ વધારે નથી રહેતો. આ રાશિના લોકોના જીવનમાં શનિ સંબંધિત કષ્ટ ઓછા હોય છે. 

વૃષભ રાશિ

4/6
image

વૃષભ રાશિના લોકો પર પણ શનિદેવની કૃપા રહે છે. આ રાશિના લોકોને શનિદેવ સતત આગળ વધવાનો રસ્તો બતાવે છે. તેમની આર્થિક સ્થિતિ પણ સારી રહે છે અને તેમને સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે.  

મકર રાશિ 

5/6
image

મકર રાશિ પણ શનિદેવની પ્રિય રાશિ છે. આ રાશિના સ્વામી શનિદેવ સ્વયં છે. મકર રાશિ પર પણ સાડાસાતી અને શનિ સંબંધિત કષ્ટ ઓછા હોય છે. આ રાશિના જાતકો શનિદેવની પૂજા કરે તો શનિદોષથી ઝડપથી મુક્ત થાય છે.

6/6
image