શાહખાનની મજાકના લીધે કાજોલે ગુમાવી હતી આ ફિલ્મ, જાણો કાજોલના નુકસાનની કહાની!
કરોડો દિલો પર રાજ કરનાર અભિનેતા શાહરૂખ ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર તેમણે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં ફેન્સને અપીલ કરી હતી કે તે આ મુશ્કેલ ઘડીમાં તેમના ઘર મન્નતની બહાર જમા ન થાય.
વિરલ પટેલ, અમદાવાદ: કરોડો દિલો પર રાજ કરનાર અભિનેતા શાહરૂખ ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર તેમણે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં ફેન્સને અપીલ કરી હતી કે તે આ મુશ્કેલ ઘડીમાં તેમના ઘર મન્નતની બહાર જમા ન થાય.
દર વર્ષે 2 નવેમ્બરના રોજ તેમના ઘર મન્નતના બહાર સાંજથી જ હજારોની સંખ્યામાં ફેન્સ જમા થાય છે. તે ત્યાં સુધી ઉભા રહે છે જ્યાં સુધી તે પોતાના હીરોને જોઇ લેતા નથી. શાહરૂખ પણ પોતાના ઘરની બાલ્કનીમાં આવીને ફેન્સ સાથે રૂબરૂ થાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લીધે મન્નતની બહાર, રસ્તા પર સન્નાટો પ્રસરેલો છે. જો એકલ દોકલ ફેન્સ આવે છે તો પોલીસ તેમને સમજાવીને પરત મોકલી રહી છે. આજે કિંગના 55મા જન્મદિવસે તેમની એક અનસુની કહાની વિશે તમને જણાવીશું...
શાહરૂખ અને કાજોલની દોસ્તી હતી સુપરહિટ
બોલીવુડમાં જ્યારે ફિલ્મી પડદાની એવરગ્રીન સુપરહિટ જોડીની વાત આવે ત્યારે શાહરૂખ ખાન અને કાજોલનું નામ સૌથી મોખરે આવે છે. ઓનસ્ક્રીન દર્શકોને મનોરંજન આપનાર શાહરૂખ અને કાજોલની દોસ્તી પણ એટલી જ દમદાર રહી છે. અને દોસ્તી હોય ત્યાં મજાક મસ્તી પણ હોય. ત્યારે આવા મજાક મસ્તીના કિસ્સાઓમાં એક એવી વાત જેમાં કાજોલને નુકસાન વેઠવું પડ્યું હતું.
શાહરૂખ તેના મિત્રો સાથે કરતો હતો પ્રેંક કોલ્સની મસ્તી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન તેના નજીકના મિત્રો અને ફિલ્મના સેટ પર મજાક કરતો હોય છે...તે અવાજ બદલીને અન્ય કલાકારને ફોન કરી મજાક કરતા હોય છે. પહેલા મોબાઈલ ફોન હતા નહીં જેથી સામે વાળી વ્યક્તિને ખબર નહોતી પડતી કે ફોન કોણે કર્યો છે. શાહરૂખ ખાન ક્યારેક અજય દેવગણનો અવાજ કાઢી કાજોલને ફોન કરતો હતો. પછી કાજોલ પણ સમજી ગઈ હતી કે શાહરૂખ ખાન મજાક કરતો હોય છે.
પ્રેંક કોલ્સની મસ્તીથી કાજોલે દિલ સે ગુમાવવી પડી
વર્ષ 1998માં મણિરત્નમની દિલ સે ફિલ્મ રિલીઝ થઈ હતી, ફિલ્મ સુપરહિટ થઈ અને દર્શકોથી લઇ વિવેચકોએ પણ ફિલ્મ વખાણી હતી. શરૂઆતમાં મનીષા કોઇલારા ડિરેક્ટર મણિરત્નમની પહેલી પસંદગી નહોંતી. મણિરત્નમ ફિલ્મમાં કાજોલને લેવા માંગતા હતા. મણિરત્નમ એ દિલ સે માટે કાજોલને ફોન પણ કર્યો હતો. કાજોલને જ્યારે મણિરત્નમનો ફોન આવે છે તે પહેલા શાહરૂખ ખાને અન્યના અવાજે તેની સાથે ફોન પર વાત કરી મસ્તી કરી હતી. હવે મણિરત્નમ અને કાજોલની ફોન પર વાતચીત થાય છે.
કાજોલ મણિરત્નમની ફોન પર વાતચીત
મણિરત્નમ: હે, કાજોલ હું મણિરત્નમ બોલું છું... કાજોલ: ઑય, શાહરૂખ તું બોલે છે....મને ખબર છે તું મજાક કરે છે. કાજોલ ફોન મૂકી દે છે, મણિરત્નમ ફરી કાજોલને ફોન કરે છે. મણિરત્નમ: કાજોલ, હું સાચે મણિરત્નમ બોલું છું. કાજોલ : હું હવે તારો અવાજ ઓળખી ગઈ છું, દર વખતે તારો આ મજાક નહીં ચાલે...હું શૂટિંગમાં છું ડિસ્ટર્બ ના કર.
ત્યારબાદ શાહરૂખ ખાન કાજોલને ફોન કરે છે, તે વાતચીત
શાહરૂખ: ઓય, મૂર્ખ, સાચે મણિરત્નમ એ ફોન કર્યો હતો. કાજોલ : મને શું ખબર...કોઈએ મને કીધું હતું કે મણિરત્નમ મને ફોન કરવાના છે. કહેવાય છે આ ઘટના પછી મણિરત્નમ કાજોલથી નારાજ થયા હતા, ત્યારબાદ ફિલ્મમાં કાજોલના બદલે મનીષા કોઇરાલાને લેવામાં આવી હતી.
Trending Photos