IPL 2022: પહેલીવાર IPL ઓક્શનમાં નજરે પડી શાહરૂખની દીકરી સુહાના ખાન, આર્યન પણ દેખાયો

IPL 2022, Mega Auction, Aryan Khan and Suhana Khan: IPL મેગા ઓક્શન 2022ની શરૂઆત થઈ ચૂકી છે. શુક્રવારે પ્રી-IPL ઓક્શન બ્રિફિંગ યોજવામાં આવી હતી. આ દરમિયાન શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને પુત્રી સુહાના ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી બેંગ્લુરુંમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર હાલ ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં આર્યન ખાન અને તેની બહેન સુહાના મેનેજર ટીમના સભ્યો અને કોલકાતા નાઈટ રાઈડર્સના સીઈઓ વેન્કી સાથે ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

1/4
image

સુહાના ખાન પહેલીવાર IPL ઓક્શનમાં જોવા મળી છે, જો કે આ પહેલા તેમનો ભાઈ આર્યન પણ છેલ્લી ટર્મમાં જોવા મળ્યો હતો. ગત વર્ષે તે કો-ઓનર જુહી ચાવલાની પુત્રી જ્હાનવી મહેતા સાથે ઇવેન્ટમાં જોવા મળ્યો હતો.

2/4
image

જુહી ચાવલા ખૂબ જ ખુશ હતી અને તે સમયે ટ્વિટર પર બંનેની એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, "કેકેઆરના બંને બાળકો આર્યન અને જ્હાનવીને હરાજીના ટેબલ પર જોઈને ખૂબ જ આનંદ થયો."  

3/4
image

કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી આવૃત્તિ માટે આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર અને સુનીલ નારાયણને જાળવી રાખ્યા છે. આન્દ્રે રસેલ (12 કરોડ), વરુણ ચક્રવર્તી (8 કરોડ), વેંકટેશ ઐયર (8 કરોડ), સુનીલ નારાયણ (6 કરોડ)

4/4
image

મહત્ત્વનું છે કે, નાઈટ રાઈડર્સ પાસે રૂ. 48 કરોડ રૂપિયા બચ્યા છે અને ચાહકો એ જોવા માટે ઉત્સાહિત છે કે તેમની મનપસંદ ટીમ IPL મેગા ઓક્શનમાં કયા ખેલાડીઓ માટે જઈ રહી છે.