#SelfiewithTiranga: આઝાદીના જશ્નમાં તિરંગોના રંગમાં રંગાયું સોશિયલ મીડિયા, જુઓ Pics...

આ અભિયાનમાં આઝાદીના મહાપર્વ પ્રસંગને તમારા માટે ખાસ બનાવવા માટે આવો ZEE સાથે જોડાઓ અને આપણી આન-બાન-શાન એવા તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે તમારો ફોટો શેર કરીને એક અદભૂત આનંદ મેળવો

સ્વતંત્રતા દિવસના રંગમાં રસતરબોળ 'ન્યૂ ઈન્ડિયા' 15 ઓગસ્ટના રોજ આઝાદી દિવસની ઉજવણી કરવાનો છે. આઝાદીના આ મહાપર્વને તમારા માટે ખાસ બનાવવા માટે ZEE લઈને આવ્યું છે એક વિશેષ અભિયાન. તમે પણ આઝાદીના આ મહાપર્વમાં જોડાઈને તમારી ભાગીદારી વ્યક્ત કરી શકો છો. આ માટે તમારે વિશેષ કંઈક કરવાનું નથી. દેશના રાષ્ટ્રધ્વજ ત્રિરંગા સાથે તમારે એક સેલ્ફી ખેંચવાની છે અને તેને #SelfiewithTiranga સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાની છે. અમે તમારા આ ફોટાને ઝી ન્યૂઝ (Zee News) વેબસાઈટ પર પ્રકાશિત કરી રહ્યાં છીએ.

દેશના ખૂણે ખૂણે સ્વતંત્રતા પર્વની ઉજવણી

1/15
image

આજે સમગ્ર દેશ શાનની સાથે તેમના 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યાં છે

તિરંગાને સલામ

2/15
image

આઝાદીના જશ્નમાં બાળકોથી લઇને વૃદ્ધો સહિતના મોટી સંખ્યામાં લોકો સામેલ થયા છે.

ઉત્સાહ અકબંધ છે

3/15
image

આઝાદીના જશ્નમાં યુવાઓનો ઉત્સાહ અકબંધ જોવા મળી રહ્યો છે.

બાળકોમાં ઉત્સાહ

4/15
image

આઝાદીના જશ્નનો સૌથી વધારે ઉત્સાહ બાળકોમાં જોવા મળી રહ્યો છે.

મહિલાઓનો જોવા મળ્યો અલગ અંદાજ

5/15
image

આઝાદીના જશ્નમાં મહિલાઓએ પણ ભાગ લીધો. એક મહિલાએ હાથમાં તિરંગો લઇને સેલ્ફી પોસ્ટ કરી છે.

હિન્દી હૈ હમ

6/15
image

ધવજરોહનના સમયની તસવીર શેર કરતાં એક વ્યક્તિએ હિન્દી હૈ હમ લખ્યું છે.

જય હિંદ

7/15
image

સ્વતંત્રતા દિવસ પર કેટલાક લોકોએ તિરંગા સાથે તસવીરને શેર કરતા જય હિંદ કેપ્શન યૂઝ કર્યું છે.

બાળકો સાથે...

8/15
image

આઝાદીની ઉજવણીમાં કેટલાક લોકોએ બાળકો સાથે સેલ્ફી પોસ્ટ કરી.

મહિલાઓનો જોવા મળ્યો અલગ અંદાજ

9/15
image

આઝાદીના જશ્નમાં મહિલાઓએ પણ ભાગ લીધો. સિક્કીમની બે મહિલાઓએ હાથમાં તિરંગો લઇને સેલ્ફી પોસ્ટ કરી છે.

બાળકથી જીત્યુ દિલ

10/15
image

સોશિયલ મીડિયા પર એક યૂઝર દ્વારા બાળકની તસ્વીર શેર કરી છે. આ તસવીરમા એક માસૂમ બાળક હાથમાં તિરંગો લઇને આઝાદીની ઉજવણી કરી રહ્યો છે.

દેશ સૌથી પહેલા

11/15
image

સ્વતંત્રતા દિવસ પર સરકારી સંસ્થાઓમાં રજા હોય, પરંતુ કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓમાં આજે પણ લોકો કામ કરે છે. ઓફિસમાં કામ કરતા લોકોએ તિરંગા સાથે તસવીરો શેર કરી છે.

મુસ્કાન...

12/15
image

સોશિયલ મીડિયા પર એક બાલખીની તસવીર ખુબ જ શેર કરવામાં આવી રહી છે. આ તસવીરમાં બાળકીએ તિરંગાના કપડા પહેર્યા છે. આ સાથે જ બાળકીએ જે મેકપ કર્યો છે તે પણ તિંરગાથી ઇન્સ્પાયર છે.

ગંગા ઘાટ પર તિરંગો

13/15
image

સ્વતંત્રતા દિવસ પર જ્યારે દેશના ખુણે ખુણાથી તિરંગાની સાથે તસવીરો આવી રહી છે તો ગંગા ઘાટ કેમ પાછળ રહે. એક વ્યક્તિએ તિરંગાની સાથે તેની તસવીરને ગંગા ઘાટની નજીકથી પોસ્ટ કરી છે.

ઘરથી થાય છે શરૂઆત

14/15
image

એક મહિલાએ બંને હાથમાં તિરંગો લઇ બાળકની સાથે તેન તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં મહિલાએ લખ્યું ચે કે, બાળકને જો દેશ પ્રેમ શીખવાળવો છે તો તેની શરૂઆત ઘરથી થાય છે. જો ઘરમાં માતા-પિતા બાળકોનની સાથે દેશભક્તિની વાત કરે અને તેમને સેનાના સન્માન કરવાનું શીખવાળશે તો બાળક પણ તે જ કરશે.

કાશ્મીરમાં લહેરાયો તિરંગો

15/15
image

થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવતા એક વ્યક્તિએ ખુશી વ્યક્ત કરી છે. તસવીરને પોસ્ટ કરતા લખ્યું છે કે, જમ્મુ કાશ્મીરથી 370 હટવાની ખુશીમાં કાશ્મીરની વેલીમાં તિરંગા સાથે.