અમદાવાદની નવી ઓળખ! તમને આ ખબર હશે તો જ તમે પાક્કા ગુજરાતી, નહીં તો અમદાવાદી પણ નહીં

ગૌરવ પટેલ/અમદાવાદ: શહેરમાં બ્યુટીફિકેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભંગારમાંથી અલગ અલગ સ્કલ્પચર બનાવી અને મુખ્ય ચાર રસ્તા ઉપર મૂકવામાં આવી રહ્યા છે. આ તમામ સ્કલ્પચરને લાઈટથી સુશોભન કરવામાં આવશે. શહેરના બ્યુટીફિકેશન માટે કોમર્સ છ રસ્તા, કાંકરિયા, ઉસ્માનપુરા પંચવટી પાંચ રસ્તા ઉપર સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. અન્ય આઠ સ્થળે પણ આવાસ કલ્ચર મૂકી અને શહેરની શોભા વધારવામાં આવશે.

હેરીટેજ સ્ક્લપચર

1/4
image

અમદાવાદ શહેરના કાંકરીયા તળાવ ગેટ નંબર 1થી પુષ્યકુંજના રસ્તા ઉપર અમદાવાદની ઓળખ સમાન પતંગ અને ફીરકીના સ્ક્લ્પચર સાથે ઉત્તરાયણના તહેવારનો માહોલ દર્શાવેલ છે. જેમાં એક બાળક ચશ્મા પહેરીનું પીપડું વગાડે છે. સદર સ્ક્લપચર મકરસંક્રાંતિના તહેવારને ચિન્હીત કરે છે. જેનું વજન 5 ટન જેટલું તથા તેની સાઈઝ 13*19*19 છે. સદર સ્લ્પચર વોટર ટ્રીટમેન્ટની વેસ્ટ પાઈપમાંથી તથા ઈલેક્ટ્રીક કેબલ રોલના સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે.

જ્ઞાન કેન્દ્ર

2/4
image

અમદાવાદના શહેરના કોમર્સ છ રસ્સા ઉપર અમદાવાદ જ્ઞાન કેન્દ્રના શીષર્ક ઉપર બનાવવામાં આવ્યું છે. સદર સ્ક્લપ્ચર શિક્ષા અને જ્ઞાનની અલગ અલગ ધારાઓને દર્શાવે છે. સદર મોટા માથાવાળું સ્ક્લપચ્ર એવું આર્ટવર્ક દર્શાવે છે જે જ્ઞાન અને શિક્ષાનું પ્રોત્સાહન આપે છે. આટલા મોટા માથાવાળું સ્ક્લપ્ચર સ્ક્રેપમાંથી બનાવવામાં આવ્યું છે. જે સમગ્ર વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલ સૌથી મોટા માથાનું સ્ક્લપચર છે. જેનું વજન 7 ટન જેટલું તથા તેની સાઈઝ 14*14*15 છે.

આખલો

3/4
image

અમદાવાદ શહેરના પંચવટી ચાર રસ્તા પર આખલાનું સ્ક્લપ્ચર મુકવામાં આવ્યું  છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ક્રેપ મટીરીયલમાંથી બનાવવામાં આવેલ આ સ્ક્લપચર શેરબજારનું પ્રતિક છે, જે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહ્યા છે. તેમજ સીજી રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી સદર આખલાનું સ્ક્લપચર મુકવામાં આવ્યું  છે. જેનું વજન 3 ટન જેટલું છે અને તેની સાઈઝ 20*8*20 છે.  

પતંગને છૂટ આપતો ટેણિયા

4/4
image

અમદાવાદ શહેરના ઉષ્માનપુરા ચાર રસ્તા ઉપર ઉત્તરાયણના તહેવારમાં પતંગને છૂટ આપતા બાળકનું સ્ક્લપ્ચર મુકવામાં આવ્યું છે. ઉત્તરાયણ આપણો સામાજીક તહેવાર ગણાય છે. મકરસંક્રાતિ મહોત્સવ એ અમદાવાદની ઓળખ છે. આ તહેવારમાં ગુજરાતમાં અલગ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવે છે. તેમજ બાળકો ઉત્સાહભેર ભાગ લેતા હોઈ અહીં શિલ્પી દ્વારા પતંગની જેમ ઉડવાનો ઉત્સાહ દર્શાવે છે. જેનું વજન 5 ટન જેટલું તથા તેની સાઈઝ 21*5.3*19 છે.