Pics : સ્કૂબા ડાઈવિંગ ટ્રેનિંગ, એ પણ ગુજરાતમાં???? વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ સમાચાર!!!!

સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ આપતા આ દ્રશ્યો કોઈ દરિયા કિનારા પર આવેલી એકેડમીના નથી, પરંતુ અમદાવાદના સ્વિમીંગ પુલના છે. તમારી નજર સામે દેખાઈ રહેલી આ તસવીર મોર્ફ કરેલી નથી, પણ સો ટકા સાચી છે. કારણે કે, અમદાવાદમાં હવે સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, એ પણ કોર્પોરેશનના સ્વીમિંગ પુલમાં.  

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ આપતા આ દ્રશ્યો કોઈ દરિયા કિનારા પર આવેલી એકેડમીના નથી, પરંતુ અમદાવાદના સ્વિમીંગ પુલના છે. તમારી નજર સામે દેખાઈ રહેલી આ તસવીર મોર્ફ કરેલી નથી, પણ સો ટકા સાચી છે. કારણે કે, અમદાવાદમાં હવે સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, એ પણ કોર્પોરેશનના સ્વીમિંગ પુલમાં.  

1/2
image

આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમીંગ પુલમાં સામાન્ય ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. પરંતુ હવે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેના સ્વિમીંગ પુલમાં 12 લોકોને સ્કૂબા ડાઇવિંગની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તેમજ કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયના સંયુસ્ત ઉપક્રમે એએમસીના સ્વિમીંગ પુલમાં સૈન્યના જવાનો દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં ગુજરાત સરકારની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના આસિટન્ટ પ્રોફેસરની નજર હેઠળ ભારતીય સેનાના પ્રશિક્ષીત જવાનો દ્વારા સ્કૂબા ડાઇવિંગની તાલીમ અપાઇ રહી છે.  

2/2
image

આ વિશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન ઠક્કર જણાવે છે કે, સ્કૂબા ડાઇવિંગની ટ્રેનિંગ તો સેનાના જવાન આપી રહ્યા છે. હાલ 12 વિદ્યાર્થીઓની એક બેચ એમ મે અને જુનમાં બે બેચમાં ટ્રેનિંગ આપવામાં આવશે. જેનો સમયગાળો ચાર દિવસનો રહેશે. તો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર યર્જુવેન્દ્ર જેઠવા કહે છે કે, સ્કૂબા ડાઇવીંગ આમ તો ઉંડા દરીયામાં જ થઇ શકે છે. પરંતુ એએમસીના સેંકડો સ્વિમીંગ પુલમાં સ્વિમીંગ શીખવા માંગતા લોકોને એએમસીના ટ્રેનરો પણ ટ્રેનિંગ આપી શકે તે માટે હાલમાં તેમના માટે આ ખાસ ટ્રેનિંગ પ્રોગામ યોજાયો છે.