જો તમારું SBI માં ખાતું હોય તો એલર્ટ થઇ જજો, 1 ડિસેમ્બરથી બંધ થઇ જશે 4 જરૂરી સર્વિસ

બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર બાદ પોતાની સેવાઓને બંધ કરવા જઇ રહી છે. 

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં જો તમારું એકાઉંટ છે તો તમારા માટે ખૂબ જરૂરી સમાચાર છે. બેંક 1 ડિસેમ્બરથી પોતાની 4 જરૂરી સેવાઓ બંધ કરવા જઇ રહી છે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)ના ગ્રાહક છો, તો 1 ડિસેમ્બર બાદ આ સેવાઓનો લાભ ઉઠાવી શકશો નહી. કેટલીક સેવાઓનો ઉપયોગ તમે બેંકની શરતોને પુરી કર્યા બાદ કરી શકશો.
 

બ્લોક થશે ઇન્ટરનેટ બેકિંગ સર્વિસ

1/4
image

બેંકે ગ્રાહકોને અપીલ કરી છે કે તમારો મોબાઇલ નંબર 1 ડિસેમ્બર સુધી બેંક સાથે રજિસ્ટર કરાવી લો. બેંકે કહ્યું કે જો તમે 1 ડિસેમ્બર સુધી 2018 સુધી આ કામ પતાવશો નહી તો તમારી ઇન્ટરનેટ બેકિંગને બ્લોક કરી દેવામાં આવશે. ત્યારબાદ તમે ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી ટ્રાંજેક્શન નહી કરી શકો. એવામાં તમે ખાતાધારક તરીકે અન્ય સેવાઓનો લાભ તો ઉઠાવી શકશો, પરંતુ ઓનલાઇન બેકિંગનો ઉપયોગ કરી શકશો નહી. 

SBI વોલેટ પણ થશે બંધ

2/4
image

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) આપણું સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ મોબાઇલ વોલેટ SBI Buddy ને બંધ કરવા જઇ રહ્યું છે. 30 નવેમ્બરથી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. SBIએ આ અંગે પોતાના ગ્રાહકોને સૂચના આપી છે. બેંકે ગ્રાહકોને કહ્યું કે તે 30 નવેમ્બર સુધી વોલેટમાં વધેલા પૈસા કાઢી લે. SBI એ મોબાઇલ વોલેટ Buddy ની શરૂઆત ઓગસ્ટ 2015માં કરી હતી. તેની સાથે 13 ભાષાઓમાં લોંચ કર્યું હતું. SBI Buddy ની જગ્યાએ હવે SBI YONO ને મોબાઇલ વોલેટની માફક ઉપયોગ કરી શકાશે. YONO માં SBI Buddy ની તુલનામાં વધુ ફીચર્સ છે. 

અટકી શકે છે પેંશન

3/4
image

SBI પેંશનધારકોને 30 નવેમ્બર સુધી પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરતાં જ પેંશનને રિલીઝ કરવામાં આવશે. લાઇફ સર્ટિફિકેટ નહી આપનાર લોકોનું 30 નવેમ્બર સુધી પેંશન અટકાવી દેવામાં આવશે. જોકે, ત્યારબાદ SBI કઇ શરતો પર પેંશન ઇશ્યૂ થશે, તે સ્પષ્ટ કર્યું નથી. 

પેંશન પર લોન સ્કીમ થશે બંધ

4/4
image

પેંશનધારકો માટે વધુ એક સમાચાર છે, જે લોકોનું પેંશન SBI ના ખાતામાં આવે છે, તેના માટે બેંક તરફથી શરૂ કરવામાં આવેલી લોન સ્કીમ બંધ થવા જઇ રહી છે. બેંકે ફેસ્ટિવલ સિઝનમાં પેંશનધારકો માટે લોનની શરૂઆત કરી હતી. આ સ્કીમમાં પેંશનર્સને કોઇપણ જાતની પ્રોસેસિંગ ફી વિના લોન મળતી હતી. પરંતુ 30 નવેમ્બરથી SBI આ સ્કીમ બંધ કરી દેશે.