ગણતરીના કલાકોમાં શનિ પાપી ગ્રહના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિવાળાને અકલ્પનીય લાભ થશે, ધન-વૈભવમાં વધારો થશે!

વૈદિક પંચાંગ મુજબ શનિ 3 ઓક્ટોબરના રોજ બપોરે 12.30 વાગે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 27 ડિસેમ્બર સુધી આ નક્ષત્રમાં રહેશે. ત્યારબાદ તે ફરીથી પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. અત્રે જણાવવાનું કે શતભિષા નક્ષત્ર 27 નક્ષત્રોમાંનું 24મું નક્ષત્ર છે અને આ નક્ષત્રના સ્વામી રાહુ અને રાશિ કુંભ છે. શનિ હાલ કુંભ રાશિમાં બિરાજમાન છે. આવામાં શનિ અનેકગણા શક્તિશાળી પણ બનશે. 

1/5
image

શનિ સૌથી ક્રૂર  ગ્રહમાંથી એક ગણાય છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. આ કારણે જ તે કર્મફળના દાતા અને ન્યાયકર્તા ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર શનિની સાડા સાતી અને ઢૈય્યાનો ચોક્કસપણે સામનો કરવો પડે છે. અત્રે જણાવવાનું કે શનિ સૌથી ધીમી ગતિથી  ચાલતો ગ્રહ છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક રાશિ ચક્ર પૂરું કરવામાં તેને લગભગ 30 વર્ષ જેટલો સમય જાય છે. નિશ્ચિત સમયગાળે શનિ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેની અસર તમામ રાશિઓ પર પડે છે. ઓક્ટોબર મહિનામાં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે અને તે રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરશે. શનિના પાપી ગ્રહના નક્ષત્રમાં જવાથી કેટલીક રાશિઓને ખુબ ફાયદો થઈ શકે છે. 

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ  થઈ શકે છે. લાંબા સમયથી અટકાયેલા કામ પૂરા થશે. આ સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. આ રાશિમાં શનિ અગિયારમાં ભાવે બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને નોકરી અને ધંધામાં અપાર સફળતાની સાથે સાથે આર્થિક સ્થિતિ પણ સારી થશે. કરજથી છૂટકારો મળશે. આ સાથે જ તમે ભવિષ્ય માટે ધન ભેગુ કરી શકશો. નવી નોકરીની શોધ કરી રહેલા જાતકોને પણ સફળતા મળી શકે છે. તમે તમારા કામથી સંતુષ્ટ થઈ શકો છો. દરેક તમારા કામથી ઈમ્પ્રેસ થશે. આ સાથે બિઝનેસમાં પણ તમને લાભ મળી શકે છે. શનિદેવની કૃપાથી નવા પ્રોજેક્ટ, ઓર્ડર વગેરે મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.   

ધનુ રાશિ

3/5
image

આ રાશિના જાતકો માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થઈ શકે અને પૈસા છૂટા થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળવાના એંધાણ છે. નવી નોકરીની શોધ કરતા હશો તો સફળતા મળી શકે છે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. શનિની કૃપાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક તાણ ઓછો થશે. બિઝનેસમાં પણ તમને ખુબ લાભ થઈ શકે છે. પાર્ટનરશિપમાં કરાયેલા બિઝનેસમાં ધનલાભ થવાના ચાન્સ છે. લાંબા સમયથી અટકેલા સરકારી કામો હવે ફરી શરૂ થઈ શકે છે. 

સિંહ રાશિ

4/5
image

સિંહ રાશિના જાતકો માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારે ખુશીઓ આવી શકે છે. વૈવાહિક જીવન સારું રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતાના યોગ છે. તમારા સાહસ અને પરાક્રમમાં ઝડપથી વધારો થશે. તેનાથી તમે અનેક ક્ષેત્રોમાં તમારો પરચમ લહેરાવી શકો છો. વિદેશમાં વેપાર કરનારા જાતકોને નફો રળવાની તક મળશે.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.