Sari trend of Bollywood: બોલીવુડ સેલિબ્રિટીઝનો આ સાડી ટ્રેન્ડ તમને આપશે સિમ્પલ અને ક્લાસી લૂક

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડ એક્ટ્રેસમાં જે ફેશન ફંડા હોય તેને દરેક મહિલા ફોલો કરે છે. દરેકને મનમાં એવું હોય છે કે, બોલીવુડ સેલિબ્રિટીસ જે ફેશનને ફોલો કરે છે તે જ ફેશન જો આપણે અપનાવશું તો તેમની જેમ જ સ્ટાઈલિશ અને શાનદાર લાગીશું. ત્યારે હાલ બોલીવુડ સેલિબ્રિટીસમાં સાડીનો ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે. આજકાલ જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે તમે આ સાડીના ટ્રેન્ડને ફોલો કરીને શાનદાર લૂક મેળવી શકો છો. ત્યારે જોઈએ કે, બોલીવુડ એક્ટ્રેસમાં કેવા પ્રકારની સાડીનો ટ્રેન્ડ છે.


 

1/6
image

મલાઈકા અરોરાનો આ સાડી લૂક દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એકદમ સિમ્પલ અને શાદાર સાડીમાં પોઝ આપીને મલાઈકાએ ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ આ પ્રકારની સાડી ખૂબ જ ટ્રેન્ડમાં આવી છે. મલાઈકાએ આ સાડી સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી.

2/6
image

કૃતિ સેનનનો આ લૂક તમને કોઈ પણ વેડિંગમાં સિમ્પલની સાથે ગોર્જિયસ દેખાવામાં મદદ કરી શકે છે. કૃતિ સેનનના અનેક સાડીવાળા ફોટો સામે આવતા હોય છે અને લોકો તેના સાડી લૂકને ખૂબ જ પસંદ કરે છે.

 

3/6
image

કેટરની કેફ સીક્વેન સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. કેટરીનાનો આ સાડી લૂક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ત્યારે તમે પણ આ લૂક ટ્રાઈ કરી શકો છો.

4/6
image

જો તમને બ્લેક કલરના આઉટફિટ ગમે છે તો તમે કરિશ્મા કપૂરના આ બ્લેક સાડીના લૂકને ફોલો કરી શકો છે. એકદમ સિમ્પલ અંદાજમાં કરિશ્માએ બ્લેક કલરની સાડીમાં શાનદાર પોઝ આપ્યો છે.તમે કોઈ પાર્ટી કે રિસેપ્શનમાં આ લૂક ફોલો કરી શકો છો.

5/6
image

જ્હાનવી કપૂર હંમેશા દરેક આઉટફિટને બહુ જ ફ્લોલેસ રીતે કેરી કરે છે. ત્યારે તમે પણ કોઈ પણ પાર્ટીમાં આ લૂકને ટ્રાઈ કરી શકો છો.

6/6
image

જૈકલિન ફર્નાડીસ એક રેડ કલરની સીક્વેન સાડીમાં દેખાઈ હતી. તેનો રેડ સાડીનો લૂક જોઈને ફેન્સે તેમના ખૂબ જ વખાણ કર્યા હતા.